- 59 મીડિયમ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહેલા પરવીન કુમારે કરી આત્મહત્યા
- પોતાની સર્વિસ રાઈફલ વડે માથા પર ગોળી મારીને જીવાદોરી ટૂંકાવી હતી
- પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ફરજ બજાવી રહેલા એક આર્મી જવાને રવિવારે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરવીન કુમાર નામના આ જવાને ખુદની સર્વિસ રાઈફલ વડે ગોળી ધરબી દીધી હતી. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
બપોરે અચાનક જ ગોળીનો અવાજ સંભળાયો હતો
59 મીડિયમ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહેલા પરવીન કુમાર બારામૂલા ખાતે શીરીની ખાચરબટ્રે કંપની વીરવન વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના સહયોગીઓએ જણાવ્યું હતું કે, બપોરે અચાનક તેમણે ગોળીનો અવાજ સાંભળ્યો હતો. તેમના માથાના ભાગે ગોળી વાગેલી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.