નવી દિલ્હી:ભારત અને ચીનની સેનાઓએ, (Army of India and China)આજે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં પેટ્રોલિંગ પોઈન્ટ-15 નજીકના ગોગરા હાઈટ્સ હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં(Gogra Heights Hot Springs area) સૈન્ય પાછું ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. બન્ને દેશ એ એકબીજાની સ્થિતિનું વેરિફિકેશન પણ પૂર્ણ કર્યું છે. ભારત અને ચીન વચ્ચે ગુરુવારે, (8 સપ્ટેમ્બર) પૂર્વ લદ્દાખના 'ગોગરા હોટ સ્પ્રિંગ્સ' વિસ્તારમાંથી સૈન્યને હટાવવા માટે સમજૂતી થઈ હતી.
-
Armies of India & China today completed disengagement process in Gogra Heights-Hot Springs area near Patrolling Point-15 in eastern Ladakh sector. The 2 sides have also completed verification of each others positions adapter pulling back troops from friction point: Govt Sources pic.twitter.com/rzu8jgPmv7
— ANI (@ANI) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Armies of India & China today completed disengagement process in Gogra Heights-Hot Springs area near Patrolling Point-15 in eastern Ladakh sector. The 2 sides have also completed verification of each others positions adapter pulling back troops from friction point: Govt Sources pic.twitter.com/rzu8jgPmv7
— ANI (@ANI) September 13, 2022Armies of India & China today completed disengagement process in Gogra Heights-Hot Springs area near Patrolling Point-15 in eastern Ladakh sector. The 2 sides have also completed verification of each others positions adapter pulling back troops from friction point: Govt Sources pic.twitter.com/rzu8jgPmv7
— ANI (@ANI) September 13, 2022
મનોજ પાંડેએ લદ્દાખની મુલાકાત લીધી: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ, પૂર્વી લદ્દાખમાં સુરક્ષાની સમગ્ર સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. સેનાએ જણાવ્યું હતું કે, જનરલ પાંડેએ આ વિસ્તારમાં તૈનાત અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીતની કવાયત હાથ ધરી હતી. આર્ટિલરી ગન અને અન્ય મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓ દ્વારા ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જનરલ મનોજ પાંડેએ, લદ્દાખની મુલાકાત લીધી હતી. કમાન્ડરો દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર, ઓપરેશનલ તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે અધિકારીઓ અને સૈનિકો સાથે વાર્તાલાપ કર્યો અને તેમની દૃઢતા અને વ્યાવસાયિક ધોરણો માટે પ્રશંસા કરવામાં આવી.
SCOની વાર્ષિક સમિટ પહેલા:ભારત અને ચીનની સેનાઓએ જાહેરાત કરી કે, તેઓએ ગોગરા-હોટસ્પ્રિંગ્સના 'પેટ્રોલિંગ પોઈન્ટ 15'(Patrol Point 15)પરથી સૈન્ય સાથે પાછા હટવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 8 સપ્ટેમ્બરના રોજ સવારે 8.30 વાગ્યે શરૂ થયેલી પીછેહઠ પ્રક્રિયા આ વિસ્તારમાં પૂર્ણ થઈ હતી. આ સ્થળે બન્ને સેનાઓ વચ્ચે બે વર્ષથી વધુ સમયથી અથડામણ ચાલી રહી છે. ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક સમિટના લગભગ, એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાંથી હટી જવાની જાહેરાત કરવામાં આવી હતી.