ETV Bharat / bharat

સરકારે 2020-21 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર 8.5 ટકા વ્યાજ દરને આપી મંજૂરી - 8.5 ટકા વ્યાજ દર

સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નાણાકીય વર્ષ 2020-21 માટે PF પર વ્યાજ દર (Interest Rate) વધારીને 8.5 ટકા કરવાની મંજૂરી આપી છે. ટૂંક સમયમાં તે ખાતાધારકો (Account Holders)ના ખાતામાં જમા થઈ શકશે.

સરકારે 2020-21 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર 8.5 ટકા વ્યાજ દરને આપી મંજૂરી

author img

By

Published : Oct 29, 2021, 5:07 PM IST

  • PF પરના વ્યાજ દરને 8.5 ટકા કરવાની મંજૂરી
  • PF પરનું વ્યાજ ટૂંક સમયમાં ખાતાધારકોના ખાતામાં જમા થશે
  • આ વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો

નવી દિલ્હી: ભારત સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નાણાકીય વર્ષ 2020-21 માટે PF પરના વ્યાજ દરને 8.5 ટકા કરવાની મંજૂરી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નાણાકીય વર્ષ 2020-21 માટે PF પરનું વ્યાજ ટૂંક સમયમાં ખાતાધારકો (Account Holders)ના ખાતામાં જમા થઈ શકે છે.

વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કુલ 8.50 ટકા વ્યાજ મળશે. જો કે આ વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ 2016-17માં 8.65% વ્યાજ મળતું હતું. એક સમય એવો પણ હતો જ્યારે PF પર વ્યાજ 12% હતું. આ પછી સતત કપાત થતી રહી અને આજે વ્યાજ 8.50 ટકા પર અટકી ગયું છે.

પ્રથમ વખત 8 ટકા વ્યાજ દર

1977-78માં પ્રથમ વખત વ્યાજ દર 8 ટકાએ પહોંચ્યો હતો. ત્યારથી તે આનાથી ઉપર રહ્યો છે, પરંતુ 1978-79માં પીએફ ધારકોને સૌથી મોટો ફાયદો મળ્યો હતો. જ્યારે સરકારે તેને વધારીને 8.25% કર્યો અને સાથે જ 0.5% બોનસ પણ આપ્યું. જો કે આ બોનસ એવા લોકો માટે લેવામાં આવ્યું છે જેમણે ક્યારેય તેમનું PF ઉપાડ્યું ના હોય. બોનસ તરીકે મળનારી રકમ 1976-1977 અને 1977-1978ના PF પર જ આપવામાં આવી હતી.

1952માં કરવામાં આવી હતી શરૂઆત

EPFOની શરૂઆત ભારત સરકાર દ્વારા 1952માં કરવામાં આવી હતી. આ એ સમયગાળો હતો જ્યારે ભારત આઝાદી પછી પ્રથમ વખત કામદારોને સામાજિક સુરક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે EPFO ​​હેઠળ 1952 એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અહીંથી PF પર વ્યાજની શરૂઆત થઈ. શરૂઆતમાં વ્યાજ ખૂબ જ ઓછું હતું, માત્ર 3 ટકા. નાણાકીય વર્ષ 1955-56માં PF પર વ્યાજ દર 3.50% નક્કી કરવામાં આવ્યો હતો. 1963-64માં તે વધીને 4% પર પહોંચ્યો.

આ છે ભવિષ્ય નિધિ ફંડ

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક પ્રકારનું રોકાણ છે, જે સરકારી અથવા બિન-સરકારી કંપનીમાં કામ કરતા કર્મચારી માટે છે. PF દરેક નોકરી કરતા વ્યક્તિના ભવિષ્યમાં મદદરૂપ થાય છે. આ ભંડોળ EPFO ​​(કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા જાળવવામાં આવે છે. કાયદાના નિયમો અનુસાર, જે કંપનીમાં 20થી વધુ લોકો કામ કરે છે, તેણે EPFOમાં નોંધણી કરાવવી જરૂરી છે. આ અંતર્ગત પગારદાર વ્યક્તિના પગારનો અમુક હિસ્સો દર મહિને અહીં જમા થાય છે અને આ પૈસા નિવૃત્તિ સમયે કામ આવે છે.

આટલું કપાય છે PF

EPFO હેઠળ આવતી કંપનીઓમાં કામ કરતા કર્મચારીના પગારમાંથી 12% ભાગ કાપવામાં આવે છે. આ જ ભાગ કંપનીના ખાતામાંથી પણ જમા થાય છે. નોંધનીય છે કે તમારા પગારમાંથી કાપવામાં આવેલા સંપૂર્ણ 12% તમારા ખાતામાં જશે, પરંતુ કંપનીના ખાતામાંથી કાપવામાં આવેલા 12%માંથી 3.67% PFમાં અને 8.33% EPS (કર્મચારી પેન્શન યોજના)માં જમા થાય છે. ઉદાહરણ તરીકે જો તમારો મૂળ પગાર 6500થી છે, તો તમારી કંપનીના 8.33% એટલે કે રૂ. 541 EPSમાં જમા થશે. બાકીના પૈસા EPFમાં જશે. તમારા EPFમાં કુલ 24% જમા થાય છે.

આ પણ વાંચો: Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો

આ પણ વાંચો: સેન્સેક્સમાં 722 અને નિફ્ટીમાં 202 પોઈન્ટના ગાબડા સાથે શરૂ થયું Share Market

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.