- વિશ્વ હિન્દુ સેનાના અધ્યક્ષ ફરી એકવાર ચર્ચામાં
- નારાયણ રાણેનુ માથુ ધડથી અલગ કરનારને આપશે 51 લાખ
- હાલમાં અરૂણ પાઠક પર 3 કેસો નોંધાયેલા
વારાણસી : વિશ્વ હિન્દુ સેનાના અધ્યક્ષ અરૂણ પાઠકએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનુ માથુ ધડથી અલગ કરનારને 51 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની ઘોષણા કરી છે. બનારસના ભેલપુર ક્ષેત્રમાં રહેવા વાળા અરૂણ પાઠકે ફેસબુક અને ટ્વીટર પર નારાયણ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ પણ કરી છે.
3 કેસો દાખલ
અરૂણ પાઠક પહેલા શિવસૈનિક હતા. મહારાષ્ટ્રમાં ગઠબંધન બાદ શિવસેના છોડી તેમણે વિશ્વ હિન્દુ સેના બનાવી હતી. આ પહેલા અરૂણ પાઠક ત્યારે ચર્ચામાં આવેલા જ્યારે ગંગા કિનારે એક નેપાળી યુવકના માથાના વાળ કાઢી જય શ્રી રામ લખાવવામાં આવ્યું હતું અને તે વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં અરૂણ પાઠકને પોલીસે મુખ્ય આરોપી ગણાવ્યો હતો અને કેસ નોંધ્યો હતો. આ સમયે અરૂણ પાઠક પર 3 કેસો છે અને પોલીસ તેને શોધી રહી છે.
-
मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021
ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ
અરૂણ કેન્દ્રીય પ્રધાન વિશે આપત્તિજનક ભાષાનો પ્રયોગ કર્યો છે. પોતાના ફેસબુક પર તેમણે લખ્યું છે કે," જે પોકેટ માપ અને બ્લેક ટીકીટ વેચવાવાળાને બાલા સાહેબે દયા કરીને શિવસૈનિક બનાવ્યો, મુખ્યપ્રધાન બનાવ્યો. તેણે જ હલકુ કામ કર્યું. સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે બાલા સાહેબના દિકરા પર આક્રમણ કર્યું. આવા માણસનું માથું ધડથી અલગ કરી દેવું જોઈએ અને જે આ કરશે તેને હું 51 લાખનું ઈનામ આપીશ.
ટ્વીટર પર પણ આપત્તીજનક શબ્દો
ટ્વીટર પર પણ પ્રધાન વિશે આપત્તીજનક પોસ્ક કરતા લખ્યું હતું કે, " હું વચન આપુ છું કે, હું નારાયણ રાણેના મૃત્યુ પછી તેની અસ્થિ ગંગામાં વિસર્જન નહી કરવા દઉ.તેની આત્મા સદીયો સુધી ભટકતી રહેશે.