- GSTના સંગ્રહમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો થયો
- GSTમાં વેપારીઓને રાહત આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથીઃ અનુરાગ ઠાકુર
- ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે
હમીરપુર (હિમાચલ પ્રદેશ): કોરોનાકાળમાં GSTમાં વેપારીઓને રાહતની સંભાવનાઓ સમાપ્ત થઈ છે. કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે આ અટકળો અને શક્યતાઓનો અંત લાવી દીધો છે. તેમણે અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન હમીરપુરમાં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, GSTમાંથી વેપારીઓને રાહત આપવાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, આવી સ્થિતિમાં GST કલેક્શન બરાબર થઇ રહ્યું છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, GSTથી વેપારીઓને રાહત આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના જીએસટીના બાકીના 44,000 કરોડ રૂપિયા છૂટા કર્યા
GSTથી વેપારીઓને રાહત નહીં
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, ધંધા, વ્યવસાય ચાલુ છે અને દુકાનો પણ ખુલી છે. લોકોને કોરોનાથી બચવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. ધંધાને અસર થવાના સવાલ પર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, છેલ્લાં છ મહિનામાં દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ GST કલેક્શન થયું છે. દેશમાં ધંધો વધ્યો છે. ધર્મશાળામાં GST અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અધિકારીઓ પાસેથી GST સબંધિત માહિતી લેવામાં આવી છે. અધિકારીઓએ આપેલા ડેટા મુજબ GSTના સંગ્રહમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે, ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. અનુરાગ ઠાકુરે લોકોને અપીલ કરી હતી કે, લોકો સાવચેતી રાખશે તો કોરોનાથી બચી શકાશે.
આ પણ વાંચોઃ કરદાતાઓ માટે GSTની ચૂકવણી અંગે આવ્યા મોટા સમાચાર, માર્ચમાં કરી શકશે ચૂકવણી