દેહરાદૂન: ઉત્તરાખંડમાં ગઢવાલ ફોરેસ્ટ ડિવિઝનના નાગદેવ રેન્જના પાબો બ્લોકના સપલોડી ગામમાં બંધક ગુલદારને (Mob Burned Guldar Alive In Pauri) ગ્રામજનોએ સળગાવી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, વન વિભાગની ટીમ આવે તે પહેલા જ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ગુલદારને સળગાવી દીધો હતો. આવી સ્થિતિમાં વન વિભાગની ટીમે ગુલદારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેનો નાશ કર્યો છે. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ગ્રામજનો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: EDને ચાર્જશીટમાં કર્યો દાવો, 'કરાચીમાં છે દાઉદ'
એક મહિલા પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરી હતી : 5 મેના રોજ ગુલદારે પૌરી જિલ્લાના નાગદેવ રેન્જના પાબો બ્લોકના સપલોડી ગામમાં જંગલમાં કફલ લેવા ગયેલી એક મહિલાની હત્યા કરી નાખી હતી. જે બાદ વન વિભાગે અહીં બે પાંજરા મુક્યા હતા. દરમિયાન, કુલમોરી ગામમાં સોમવારે રાત્રે ગુલદારે આંગણામાં એક મહિલા પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરી હતી. ડીએફઓ ગઢવાલ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે વન વિભાગને સાપલોડી ગામમાં ગુલદારના પાંજરામાં કેદ હોવાની માહિતી મળી હતી. જેને બચાવવા માટે ટીમ મોકલવામાં આવી હતી.
ગ્રામજનોએ પાંજરામાં બંધ ગુલદારને જીવતો સળગાવી દીધો : વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ 4 થી 5 ગામના રોષે ભરાયેલા ગ્રામજનોએ પાંજરામાં બંધ ગુલદારને જીવતો સળગાવી દીધો હતો. આ દરમિયાન વન વિભાગની ટીમને પણ ગ્રામજનોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ડીએફઓ ગઢવાલે જણાવ્યું કે ગુલદારના મૃતદેહનું પીએમ કરાવીને નાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી ગ્રામજનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પોલીસ મેડલ પર નહીં હોય 'શેર-એ-કાશ્મીર'ની તસવીર, NCએ કહ્યું "ઈતિહાસ ભૂંસવાનો પ્રયાસ"
ઘટના પહેલા પણ બની ચુકી છે : વર્ષ 2011માં પૌડી જિલ્લાના રિખનીખાલ બ્લોકના ધમદાર ગામના ગ્રામજનોએ વન વિભાગના કર્મચારીઓની સામે પાંજરામાં બંધ ગુલદાર પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધા હતા. આ દરમિયાન વન વિભાગ અને પોલીસ કર્મચારીઓએ માટી અને પાણીની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આખરે નાના પાંજરામાં કેદ ગુલદારનું મોત થયું હતું. જે બાદ વન વિભાગે ગ્રામજનો સામે ગુનો નોંધ્યો હતો.