- આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનમાં વિસ્ફોટ
- આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો
- અકસ્માતમાં નવ લોકોની મોત થયાં છે
અમરાવતી: આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનના વિસ્ફોટના કારણે મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં નવ લોકોની મોત નીપજી છે. આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો.
![આંધ્રપ્રદેશ: જિલેટીન સળિયાથી ભરેલા વાહનમાં વિસ્ફોટ, 9ની મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210508-wa0011_0805newsroom_1620454719_85.jpg)
આ પણ વાંચોઃ નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ, આઠ લોકો ઘાયલ
વાહન જિલેટીનના સળિયા લઇને જઇ રહ્યું હતું
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાહન જિલેટીનના સળિયા લઇ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમાં વિસ્ફોટ થયો છે. જેમાં નવ લોકોના મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળ એકદમ ભયાનક હતું. મૃતકોના શરીરના ભાગો ચારે બાજુ પથરાયેલા હતા.
![આંધ્રપ્રદેશ: જિલેટીન સળિયાથી ભરેલા વાહનમાં વિસ્ફોટ, 9ની મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210508-wa0010_0805newsroom_1620454719_1057.jpg)