ETV Bharat / bharat

કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા, યુપીની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતીન પ્રસાદ ભાજપમાં શામેલ થઇ ગયા છે.

કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

author img

By

Published : Jun 9, 2021, 1:20 PM IST

Updated : Jun 9, 2021, 2:09 PM IST

  • ભાજપમાં જોડાયા કોઇ મહત્વના નેતા
  • ભાજપમાં જોડાતા પહેલા જિતિન પ્રસાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના ઘરે પહોંચ્યા હતા
  • ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતીન પ્રસાદ ભાજપમાં શામેલ થઇ ગયા છે

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતીન પ્રસાદ ભાજપમાં શામેલ થઇ ગયા છે. ભાજપના કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પ્રસાદને ભાજપનું સભ્યપદ આપ્યું હતું. ભાજપમાં જોડાતા પહેલા જિતિન પ્રસાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના ઘરે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ રાજ્યસભા સાંસદ અનિલ બલૂની થયા કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય મીડિયા વડા અનિલ બાલુનીએ કર્યું ટ્વીટ

ઉત્તરાખંડના રાજ્યસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય મીડિયા વડા અનિલ બાલુનીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે, આજે કોઇ મોટો ચહેરો ભાજપમાં શામેલ થઈ શકે છે.

જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના અગ્રણી નેતા છે

જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના અગ્રણી નેતા છે. પ્રસાદના પ્રસ્થાનથી કોંગ્રેસની ઉત્તર પ્રદેશમાં પાછા ફરવાની યોજનાઓને અસર થાય તેવી સંભાવના છે. હાલમાં કોંગ્રેસ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં પોતાને પુનર્જીવિત કરવાના પ્રયાસ કરી રહી છે.

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જિતિન પ્રસાદને પાર્ટીમાં શામેલ કરાયા

જ્યોતિરાદિત્ય સિંધિંયા પછી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ટીમમાંથી એક અને વિકેટ પડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જિતિન પ્રસાદને પાર્ટીમાં શામેલ કરાયો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા આ એક મોટી રાજકીય ઉથલપાથલ છે.

  • I felt that what is the relevance of staying in a party if you can't protect interests of your people or work for them. I felt I was unable to do that at Congress. I thank people in Congress who blessed me all these yrs but now I'll work as a dedicated BJP worker: Jitin Prasada pic.twitter.com/7qNJk26B4e

    — ANI (@ANI) June 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જિતિન પ્રસાદની ફરિયાદ પાર્ટી હાઇકમાન્ડે નજરઅંદાજ કરી

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરામાંથી એક જિતિન પ્રસાદ છેલ્લા ઘણા દિવસથી પાર્ટીના હાઇકમાન્ડથી નારાજ હતા. કોંગ્રેસ અને યુપી કોંગ્રેસના કેટલાક નેતાઓમાં ધ્યાન ન હોવાને લઈને તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. જિતિન પ્રસાદની ફરિયાદ પાર્ટી હાઇકમાન્ડે નજરઅંદાજ કરી. એજ કારણ છે કે તેમણે આજે ભાજપને સ્વિકાર્યુ છે.

ભાજપે જિતિન પર કેમ લગાવ્યો દાવ

યુપીમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થનારી છે. આ પહેલા ભાજપ તેણે તેના બધા રાજકીય સમીકરણો ઠીક કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. અંદરખાને ખબર મળી છે કે, ભાજપ દ્વારા બ્રાહ્મણોનો એક મોટો તબક્કો નારાજ છે. આ નારાજગી ખાસરીતે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જોડે છે. એવામાં ભાજપ, જિતિ પ્રસાદને શામેલ કરીને બ્રાહ્મણો વચ્ચે મોટો સંદેશ આપવા માગે છે.

કોણ છે જિતિન પ્રસાદ

જિતિન પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા જિતેન્દ્ર પ્રસાદનો પુત્ર છે. જિતેન્દ્ર પ્રસાદ બે પ્રધાનમંત્રિના(રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હારાવ) રાજનૈતિક સલાહકાર હતા. 2000માં જિતેન્દ્ર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સોનિયા ગાંધી વિરુદ્ધ લડ્યા હતા. પરંતું તેઓ હારી ગયા હતા. 2001માં જિતેન્દ્ર પ્રસાદનું અવસાન થઇ ગયું હતું.

  • Delhi: Congress leader Jitin Prasada joins BJP in the presence of Union Miniter Piyush Goyal, at the party headquarters. pic.twitter.com/lk07VGygbe

2001માં તેઓ ભારતીય યુથ કોંગ્રેસમાં જોડાયા

આ પછી, જીતેન પ્રસાદે પિતા જીતેન્દ્ર પ્રસાદનો રાજકીય વારસો સંભાળ્યો. 2001માં, તેઓ ભારતીય યુથ કોંગ્રેસમાં જોડાયા. 2004 માં જિતિન પ્રસાદ શાહજહાંપુર બેઠક પરથી જીતીને પ્રથમ વખત લોકસભા પહોંચ્યા.યુપીએ -1 સરકારમાં જીતિન પ્રસાદને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પ્રધાન બનવા માટેનો તે સૌથી નાનો ચહેરો હતો.

જિતિનને યૂપી કોંગ્રેસમાં ધ્યાન આપવામાં નહોતું આવી રહ્યું

જ્યારથી યૂપી કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં છે અને યૂપી પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર ઉર્ફે લલ્લુ બનાવાયા છે. ત્યારથી જિતિન પ્રસાદને યૂપી કોંગ્રેસમાં ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. કેટલીય વાર મંચ પર તેઓ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે. યૂપી કોંગ્રેસની કેટલીય સમિતિઓમાં જિતિન પ્રસાદને રાખવામાં આવ્યા નહી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગંભીર આરોપ, તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: પીપી ચૌધરી

જિતિન પ્રસાદને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા

2019 માં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાવાના સમાચાર આવ્યા હતા. પાછળથી જિતિને પોતે કહ્યું હતું કે તે કાલ્પનિક પ્રશ્નોના જવાબ આપશે નહીં. આ પછી જીતિન પ્રસાદને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા. એટલે કે, તેમને યુપીના રાજકારણમાંથી દૂર કરવામાં આવ્યા. તેનાથી જિતિન પ્રસાદ નારાજ હતા.

Last Updated : Jun 9, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.