ETV Bharat / bharat

Amritpal in Dibrugarh Jail: કટ્ટરપંથી અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાં લાવવામાં આવ્યો, જેલમાં સુરક્ષા સઘન

author img

By

Published : Apr 23, 2023, 5:13 PM IST

ભાગેડુ કટ્ટરપંથી અમૃતપાલ સિંહની ધરપકડ બાદ તેને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. જેને લઈને જેલની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. (Amritpal Singh)

Amritpal Singh arrived in Dibrugarh Central Jail

ડિબ્રુગઢ (આસામ): અમૃતપાલ સિંહને ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. મોહનબારી એરપોર્ટ પર પહોંચ્યા બાદ અમૃતપાલને આસામ પોલીસના વિશાળ કાફલા દ્વારા ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. આ કારણે ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલની બહાર અને અંદર સેના અને કમાન્ડો દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સીઆરપીએફના જવાનો પણ તૈનાત હતા.

અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાં લવાયો: અમૃતપાલને રાખવા માટે જેલની અંદર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, નવ ખાલિસ્તાન સમર્થક નેતાઓ પહેલેથી જ ડિબ્રુગઢ જેલમાં બંધ છે. અમૃતપાલને તે નવ ખાનસ્તાની નેતાઓ સાથે રાખવામાં આવશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે અમૃતપાલ સિંહ વિરુદ્ધ NSA વોરંટની આજે અમલવારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો Amritpal Singh's Arrest Timeline : કાવતરા અને કાર્યવાહીના પાંચ મહિના, જાણો ક્યારે શું થયું?

અમૃતપાલ સિંહ 36 દિવસથી ફરાર હતો: નોંધપાત્ર વાત એ છે કે, બે દિવસ પહેલા પંજાબ પોલીસની પાંચ સભ્યોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા ડિબ્રુગઢ જેલમાં પહોંચી હતી અને ધરપકડ કરાયેલા નવ ખાલિસ્તાન સમર્થકોની પૂછપરછ કરી હતી. અમૃતપાલની ધરપકડ પહેલા, તેની યુકે-મૂળની પત્ની કિરણદીપ કૌરને અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા બર્મિંગહામની ફ્લાઈટમાં બેસવાની પરવાનગી નકારી દેવામાં આવી હતી.

આ પણ વાંચો Punjab Police on Amritpal: ગુરુદ્વારાની ગરીમાને ધ્યાનમાં રાખી ધરપકડ કરાઈ - પંજાબ પોલીસ

જેલની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી: ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં NSA હેઠળ ધરપકડ કરાયેલા કેદીઓને કેવી રીતે રાખવા તે અંગે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર NIA અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અમૃતપાલની ડિબ્રુગઢ જેલમાં પૂછપરછ કરશે. પૂછપરછ કર્યા પછી કૌરને અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખેડા ખાતેના તેના ઘરે મોકલવામાં આવી હતી અને પોલીસને જાણ કર્યા વિના દેશ છોડવાની સૂચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.