ETV Bharat / bharat

પ્રયાગરાજ: IFFCO કંપનીમાં ગેસ દુર્ઘટના, એમોનિયા ગેસ લિક થવાથી 2ના મોત - અમોનિયા ગેસ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રીએ IFFCO કંપનીમાં અમોનિયા ગેસ લિક થયો છે. અમોનિયા ગેસ લિક થવાના કારણે કંપનીના 2 અધિકારીનું મોત થયું છે. જો કે , ગેસ લિક થવાનું કારણ હજુ અકબંધ છે.

ગેસ દુર્ઘટના
IFFCO કંપનીમાં ગેસ દુર્ઘટના
author img

By

Published : Dec 23, 2020, 10:42 AM IST

  • ઉત્તર પ્રદેશમાં ગેસ દુર્ઘટના
  • 2 મોટી અધિકારીના મોત
  • 15 કર્મચારી ઈજાગ્રસ્ત

પ્રયાગરાજ(ઉત્તર પ્રદેશ): જિલ્લામાં ખાતર બનાવનારી IFFCO કંપનીમાં એમોનિયા ગેસ લીક ​​થયો છે. જેને કારણે કંપનીના 2 મોટા અધિકારીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ ગેસ લિક થવાથી 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગેસ લિકેજનો ભોગ બનેલા લોકોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંગળવારે મોડી રાત્રીએ ગેસ લિક થવાની આશંકા સેવાઈ રહી છે.

બિમાર કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

IFFCOમાં મંગળવારે મોડી રાત્રીએ ગેસ લિક થવો શરૂ થયો હતો. જેથી IFFCOના બન્ને પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારસુધીમાં કંપનીના 2 અધિકારીના મોત થયાં હતાં. આ સાથે જ આ દુર્ઘટનામાં 15 લોકો ગંભીર રીતે બિમાર થયાં હતાં. જેથી તમામ કર્મચારીઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

યૂરિયા બનાવનારી દેશની સૌથી મોટી કંપનીમાં IFFCOનું નામ

ઉલ્લેખનીય છે કે, IFFCO યૂરિયા બનાવનારી દેશની સૌથી મોટી કંપનીમાંની એક છે. અહીંયા ગેસ દુર્ઘટના કેવી રીતે બની, તે અંગે હજુ અકબંધ છે. IFFCOના PROએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અસિસ્ટેન્ટ મેનેજર બીપી સિંહ અને ડેપ્યુટી મેનેજર અભિનંદનનું મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.