- અમિત શાહ આસામના પ્રવાસે
- ચિંરાગ જિલ્લામાં ભાજપની રેલીની સંબોધન કર્યું
- રાહુલ ગાંધી પર સાધ્યો નિશાનો
આસામ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજકાલ એક પ્રવાસી તરીકે આસામમાં છે. જે કહે છે કે બગરુદ્દીન અજમલ આસામની ઓળખ છે, તમે મને જણાવો કે અજમલ આસામની ઓણખ છે કે ભૂપેન હઝારીકા, ઉપેન્દ્ર નાથ અને શંકર દેવ? બ્લેક માઉન્ટેઇન બદરુદ્દીન અજમલ આસામની ઓળખ ન હોઇ શકે.
આ પણ વાંચો : રાહુલ, પ્રિયંકા આજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે
અમિત શાહે ચિરાંગમાં સંબોધી રેલી
અમિત શાહે આસામના ચિરાંગમાં ભાજપની રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉલ્લખેનીય છે કે, રાજ્યમાં બીજા ચરણનું મતદાન 39 મતવિસ્તારમાં થશે, જ્યારે 6 એપ્રિલના રોજ અંતિમ તબક્કામાં 40 બેઠક માટે મતદાન થશે.
આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી 30 માર્ચના રોજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આસામ રાજ્યમાં 6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે, જે કારણે દિગ્ગજ નેતાઓ આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે.