ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં એક જ જિલ્લામાં અમિત શાહ અને મમતા બેનરજી ચૂંટણી રેલી સંબોધશે - કાકદ્વીપ

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરૂવારે પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં રેલી સંબોધશે. જ્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ જિલ્લાથી થોડીક જ દૂર સ્વતંત્ર રેલીઓને સંબોધિત કરશે. અમિત શાહ ગુરુવારથી બે દિવસીય બંગાળના પ્રવાસે પહોંચ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એક જ જિલ્લામાં અમિત શાહ અને મમતા બેનરજી ચૂંટણી રેલી સંબોધશે

author img

By

Published : Feb 18, 2021, 8:58 AM IST

  • પશ્ચિમ બંગાળ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે
  • અમિત શાહ અને મમતા બેનરજી એક જ જિલ્લામાં સભા ગજવશે
  • અમિત શાહ ભાજપની રથયાત્રાને લીલી ઝંડી આપી કરાવશે પ્રસ્થાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણી માટે પહેલી વખત મમતા બેનરજી અને અમિત શાહ એક જ જિલ્લામાં સભા સંબોધવા જઈ રહ્યા છે. તેમનો દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાગર દ્વીપ પાસે કાકદ્વીપ ક્ષેત્રની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે. અમિત શાહ રાજ્યમાં ભાજપની અંતિમ તબક્કાની રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

અમિત શાહ પરિવર્તન યાત્રા સંબોધશે

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમિત શાહ ગુરુવારે કપિલમુનિ આશ્રમ જશે. અહીંથી તેઓ નામખાના જશે, જ્યાં અમિત શાહ પરિવર્તન યાત્રાને સંબોધિત કરશે. આ તમામની વચ્ચે મમતા બેનરતી અને તેમનો ભત્રીજો અને પાર્ટીના સ્થાનિક સાંસદ અભિષેક બેનરજી પણ બુધવારે દક્ષિણ 24 પરગણાના પૈલનમાં કાર્યકર્તાઓની બેઠકને સંબોધન કરશે.

શાહ અને દીદી બંને એક જ જિલ્લામાં રેલીઓને સંબોધિત કરશે

દક્ષિણ 24 પરગણા ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, રાજકીયરૂપથી કાલનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. શાહ અને દીદી બંને એક જ જિલ્લામાં રેલીઓને સંબોધિત કરશે. દાયકાઓથી રાજકીયરૂપથી ધ્રુવીકૃત બંગાળમાં મર્યાદિત ઉપસ્થિતિ હોવા છતા ભાજપ 2019ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠક પર જીત મેળવી હતી. સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસની મુખ્ય હરિફ બનીને ભાજપ પાર્ટી ઊભરી આવી છે. ટીએમસીની પાસે 22 બેઠક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.