ETV Bharat / bharat

અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક, નવી શિક્ષણ નીતિમાં ભજવ્યો હતો મહત્વનો ભાગ - નવી શિક્ષણ નીતિ

PMO સલાહકાર (PMO Advisor) તરીકે 1985 બેચના IAS અધિકારી (IAS Officer) અમિત ખરે (Amit Khare)ની નિમણૂક કરવામાં આવી છે. અમિત ખરેને PM મોદીના નજીકના માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમિત ખરે 30 સપ્ટેમ્બરના સચિવ (Secretary Higher education)ના પદથી રિટાયર થયા હતા.

અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક

author img

By

Published : Oct 12, 2021, 5:05 PM IST

  • અમિત ખરે PM મોદીના નવા સલાહકાર
  • 1985ની બેચના IAS અધિકારી છે ખરે
  • શિક્ષણ મંત્રાલય (ઉચ્ચ શિક્ષણ વિભાગ)ના સચિવ રહી ચૂક્યા છે

નવી દિલ્હી: PM મોદીના નવા સલાહકાર (PM Modi's advisor) તરીકે 1985ની બેચના IAS અધિકારી અમિત ખરે (Amit Khare)ની નિમણૂક કરવામાં આવી છે. એક સરકારી આદેશમાં તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે કેબિનેટની નિમણૂક સમિતિ (Appointments Committee of the Cabinet)એ અમિત ખરેને વડાપ્રધાન મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તેઓ PMO સલાહકાર તરીકે કામ કરશે.

2 વર્ષ સુધી આ પદ પર રહી શકશે ખરે

તેમનો રેન્ક અને સ્કેલ ભારત સરકારના કોઇ અન્ય સચિવના જેટલો જ હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટ આધાર પર હશે. આ ઉપરાંત પુન:નિમણૂક અંગે સરકારના તમામ નિયમો તેમને લાગુ પડશે. તે 2 વર્ષ સુધી આ પદ પર રહેશે. અમિત ખરે વડાપ્રધાન મોદીના નજીકના મનાય છે. દેશની આ વર્ષે લાગુ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પૉલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં તેમનો રોલ મહત્વનો માનવામાં આવે છે.

પારદર્શિતા સાથે નિર્ણયો લેવાની ક્ષમતા

આ ઉપરાંત ડિજિટલ મીડિયાને લઇને નિયમ નક્કી કરવામાં પણ તેમની ભૂમિકા રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયાને લઇને માર્ગદર્શિકા બહાર પાડી હતી. પૂર્વ કેબિનેટ સચિવ પી.કે. સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિન્હાએ આ વર્ષે સલાહકાર તરીકે PMO છોડી દીધું હતું. ત્યારબાદ અમિત ખરે PMOમાં સામેલ થયા છે. ખરેની ક્ષમતા પારદર્શિતા સાથે નિર્ણયો લેવાની રહી છે.

2019માં શિક્ષણ મંત્રાલય (ઉચ્ચ શિક્ષણ વિભાગ)ના સચિવનું પદ

ઉલ્લેખનીય છે કે અમિત ખરે બિહાર-ઝારખંડ કેડરના 1985 બેચના IAS અધિકારી છે. ખરેએ ડિસેમ્બર 2019માં શિક્ષણ મંત્રાલય (ઉચ્ચ શિક્ષણ વિભાગ)ના સચિવનું પદ ગ્રહણ કર્યું હતું. તેમની નિમણૂકના કેટલાક સમયની અંદર રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020ના રોજ મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ NHRC સ્થાપના દિવસે કહ્યું- "ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો"

આ પણ વાંચો: હવે 2થી 18 વર્ષ સુધીના બાળકોને પણ આપવામાં આવશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.