- કોરોના મહામારીને ખુદના માટે અવસર બનાવતો આરોપી ઝડપાયો
- એમ્બ્યુલન્સ ચાલકે કોરોના મૃતદેહને 6 કિમી દૂર લઈ જવા 14 હજારની કરી હતી માગ
- પોલીસને મળેલી ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો
નવી દિલ્હી: મુખર્જી નગર પોલીસ મથકે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ધરપકડ કરી છે. જે એક કોરોના દર્દીના મૃતદેહને લઈ જવા માટે વધુ પૈસા માંગતો હતો. તેણે મૃતદેહને 6 કિલોમીટર દૂર લઈ જવા માટે 14,000 રૂપિયાની માગ કરી હતી. પોલીસને મળેલી ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરાઈ છે હેલ્પલાઈન
દિલ્હીમાં વધતા સંક્રમણ વચ્ચે કેટલાક તત્વો પૈસા કમાવી લેવાની વૃત્તિ જાગી છે. લોકોના દુઃખ સાથે તેમનો કોઈ સંબંધ નથી. કેટલાક લોકો ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ કરે છે. કેટલાક લોકો ચેપગ્રસ્ત લોકો અને કોરોના મૃતદેહો લઈ જવા માટે અનેક ગણા વધુ પૈસાની માગ કરી રહ્યા છે. ભૂતકાળમાં સ્મશાનસ્થાનમાં લઈ જવા માટે હજારો રૂપિયા માંગવાની બાબત નોંધાઇ ચૂકી છે. આ જોતા દિલ્હી પોલીસ દ્વારા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.