શ્રીનગરઃ હિમાયલના વિસ્તારમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓ દર્શન હેતું આવી રહ્યા છે. આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. શનિવારે આવેલા એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, પવિત્ર શિવલીંગ 2 લાખથી વધારે શિવભક્તોએ દર્શન કર્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતે શરૂઆતના 15 દિવસમાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા. કુલ સંખ્યાનો આંક 2 લાખને પાર થવા જઈ રહ્યો છે. કુલ 2,08,415 જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જેમાં 15,510 પુરૂષો 5,034 મહિલાઓ 617 બાળકો અને 240 સાધ-સંતોનો સમાવેશ થાય છે.
યુક્રેનની યાત્રીઃ યાત્રાળુઓમાં યુક્રેનની એક મહિલા પણ હતી. તેમણે યાત્રા વિશે પોતાના મંતવ્યો શેર કર્યા હતા. વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. હિમાલય વિસ્તારમાં સ્થિત 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા તારીખ 1 જુલાઈથી શરૂ થઈ હતી. તારીખ 31 ઓગસ્ટ સુધી ચાલું રહી હતી. આ યાત્રા માટે બે રૂટ છે. એક, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે ટૂંકો છે પરંતુ દુર્ગમ છે. એવું પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું.
પુરતી સુરક્ષાઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વિધિવત પ્રાર્થના કરીને પવિત્ર અમરનાથ યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રાના પ્રથમ 5 દિવસમાં 67000 થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ભક્તોની સુવિધા માટે વહીવટીતંત્ર અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. ગત દિવસોમાં ખરાબ હવામાનના કારણે યાત્રામાં અડચણ આવી હતી.
પુરતી સુરક્ષાઃ જોકે, આ વખતે યાત્રાના માર્ગ પર પૂરતી સુરક્ષા રાખવામાં આવી છે. સતત બે દિવસ સુધી વાતાવરણ ખરાબ રહેવાને કારણે યાત્રામાં એક અલ્પવિરામ મૂકાયો હતો. જેમાં જે તે શ્રદ્ધાળુઓને સુરક્ષિત કેમ્પમાં રોકી દેવાયા હતા. જોકે, હવામાન ક્લિયર થતા જ ભાવિકોના કાફલાને આગળ વધારી દેવાયો હતો. દરેક રૂટ અને પોઈન્ટ પર સુરક્ષા જવાનોની ટીમ તૈનાત કરી દેવાઈ હતી.