અગરતલા: ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબે (Tripura CM Biplab Kumar Debe) ગુરુવારે જણાવ્યું હતું કે તેમની સરકારે રાજ્યમાં વ્યસન મુક્તિ કેન્દ્રો પર 20 કરોડ રૂપિયા (20 crore announced for de-addiction in Tripura) ખર્ચવા પડ્યા છે કારણ કે HIV-એઈડ્સનો ચેપ અને ડ્રગ્સ વ્યસનના કેસોમાં વધારો થયો છે. શહીદ ભગતસિંહ યુથ હોસ્ટેલમાં (Shaheed Bhagat Singh Youth Hostel) વિકલાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અભય મિશન દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાને આ વાત કહી હતી.
આ પણ વાંચો: વ્યાપમ કેસમાં વ્હિસલ બ્લોઅર આનંદ રાયની દિલ્હીથી કરવામાં આવી ધરપકડ
જન કલ્યાણની યોજનાઓ: બિપ્લબ કુમાર દેબે કહ્યું કે આપણા રાજ્યમાં દરરોજ સરેરાશ બે HIV પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. મુખ્યપ્રધાન કહ્યું કે જો વ્યસનને કારણે વધતી કટોકટી ન બની હોત તો આ જ નાણાંનો ઉપયોગ જન કલ્યાણની યોજનાઓમાં ગરીબી નાબૂદી માટે થઈ શક્યો હોત. તેણે કહ્યું કે હું માનું છું કે સ્પેશિયલ બાળકો ક્યારેય આવું કામ કરતા નથી. ખાસ બાળકોમાં માદક દ્રવ્યોના વ્યસનના કિસ્સાઓ એક દુર્લભ ઘટના છે અને એક રીતે માતાપિતાને રાહત મળે છે.
આ પણ વાંચો: Cabinet Ministers resigned: આંધ્રપ્રદેશ કેબિનેટના તમામ પ્રધાનઓએ કયા કારણોસર આપ્યા રાજીનામા, જાણો તે અંગે
ડ્રગ્સ મુક્ત ત્રિપુરા બનાવવાનું લક્ષ્ય : તેમણે કહ્યું કે, હાલમાં યુવાનોમાં એઈડ્સનો ચેપ અને વ્યસનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સ્વસ્થ લોકો ઘણી રીતે આ દુષ્ટ વર્તુળમાં આવી રહ્યા છે. હાલમાં, રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ત્રિપુરા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ અંગે તેમણે તમામનો સહયોગ માંગ્યો હતો. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈન્ડિયા-ત્રિપુરા અને અભય મિશન પહેલના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને તેઓને વિવિધ વસ્તુઓ જેવી કે ચંપલ, સફાઈની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.