ETV Bharat / bharat

ઈંગ્લેન્ડમાં એન્જિનીયરિંગ કરતો ભારતીય વિદ્યાર્થી લાપતા, ફરવા ગયો હતો એમાં...

ઈંગ્લેન્ડમાં એન્જિનિયરિંગ કરી રહેલા રાજસ્થાનના અજમેર નિવાસી વિદ્યાર્થી સુજલ સાહુની 24 કલાક (Ajmer Boy Missing in England) બાદ પણ કોઈ પ્રકારની ભાળ મળી નથી. તે તેના મિત્રો સાથે ઈંગ્લેન્ડના ક્લેક્ટન પિયર એસેક્સ બીચ પર ગયો હતો. અહીં તે સમુદ્રના ઊંચા મોજાની પકડમાં આવી ગયો. ત્યારથી તે ગુમ છે. જોકે તેની સાથે રહેલા 5 મિત્રોનો આબાદ બચાવ થયો છે. સુજલના પિતાએ જિલ્લા કલેક્ટર મારફતે વિદેશ મંત્રાલયને મદદ માટે અપીલ કરી છે.

ઈંગ્લેન્ડમાં એન્જિનીયરિંગ કરતો ભારતીય વિદ્યાર્થી લાપતા, ફરવા ગયો હતો એમાં...
ઈંગ્લેન્ડમાં એન્જિનીયરિંગ કરતો ભારતીય વિદ્યાર્થી લાપતા, ફરવા ગયો હતો એમાં...
author img

By

Published : Jul 20, 2022, 7:59 PM IST

અજમેરઃ ઈંગ્લેન્ડમાં એન્જિનિયરિંગ કરી રહેલા રાજસ્થાનના અજમેરનો એક વિદ્યાર્થી લાપતા (Ajmer Boy Missing in England) થયો છે. જે પોતાના મિત્ર સાથે બીચ પર ફરવા માટે ગયો હતો. દરિયા કિનારે ઊંચા મોજાંથી અથડાઈને ગુમ થયો હતો. આ વિદ્યાર્થી સુજલ સાહુ, (Sujal Sahoo Ajmer) તેના મિત્રો સાથે બીચ (Clacton Pier Essex Beach) પર ફરવા ગયો હતો. આ દરમિયાન તે દરિયાના ઊંચા મોજાની પકડમાં આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેના 5 મિત્રોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે તે દરિયાના ઊંચા મોજામાં ગાયબ થઈ ગયો હતો. આ મામલો ઈંગ્લેન્ડના ક્લેક્ટન પિયર એસેક્સ બીચનો હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ મુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત

પિતાએ માંગી મદદઃ આ ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ અજમેર કલેક્ટરને અપીલ કરીને વિદેશ મંત્રાલયમાં વાત કરવા માટે મદદ માંગી છે. અજમેરના હનુમાન નગરના રહેવાસી ભગવાન દાસ સાહુએ જણાવ્યું કે, તેમનો પુત્ર સુજલ ઈંગ્લેન્ડમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છે. તારીખ 19 જુલાઈના રોજ સુજલ તેના મિત્રો સાથે ક્લેક્ટન પિયર એસેક્સ બીચ પર ફરવા ગયો હતો. જ્યાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે દરિયાના મોજાઓ ઉંચાઈએ ઉછળવા લાગ્યા. જેમાં 6 મિત્રો તે મોજામાં ડૂબવા લાગ્યા હતા. તે મોજામાંથી 5 મિત્રોનો બચાવ થયો હતો. જ્યારે સુજલ ગુમ થયો હતો. ઈંગ્લેન્ડની પોલીસ અને મિત્રોએ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે મળી શક્યો નહીં.

મિત્રએ આપ્યો મેસેજઃ સુજલના મિત્ર રાઘવે મોબાઈલ પર વોટ્સએપ કોલિંગ પર તેણીનો ગુમ થવાનો મેસેજ મોકલ્યો હતો. સુજલના પિતાએ અજમેરના કલેક્ટર અંશદીપને અપીલ કરી છે કે વિદેશ મંત્રાલય દ્વારા સુજલને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવે. તેમજ પરિવારને ઝડપથી વિઝા મળવા જોઈએ. જેથી પરિવારનો કોઈપણ સભ્ય ઈંગ્લેન્ડ જઈ શકે. સુજલના પિતાએ જણાવ્યું કે પરિવારમાં સુજલ અને એક બહેન છે. બહેન ઉદયપુરની પેસિફિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ Howrah hooch tragedy: નકલી દારૂના કારણે 9 લોકોના મોત, ઝૂંપડપટ્ટીમાં વેચાતો હતો ઝેરી દારુ

3 વર્ષથી ઈંગ્લેન્ડમાંઃ સુજલ ઈંગ્લેન્ડમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં 3 વર્ષ વીતી ગયાં. માતા-પિતાને સુજલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સુજલ ગુમ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. માતા-પિતાને સુજલને મળવાની પૂરી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.