નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા IAS અધિકારી (IAS Ajay Bhadoo) અજય ભાદુને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપાવમાં આવી છે. ગુજરાત રાજ્યના IAS અજય ભાદુને દેશના ચૂંટણી નાયબ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજય ભાદુ રાજકોટના કમિશનર (Election Commission of India) તરીકે પણ રહી ચૂક્યા છે. તારીખ 20 જુલાઈ 2019ના રોજ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી (Dy. Election Commissioner of india) તરીકે પણ નિયુક્ત કરાયા હતા. પણ એમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પૂરો થઈ ગયો હતો.
-
Ajay Bhadoo appointed as Deputy Election Commissioner of Election Commission of India pic.twitter.com/Abhlb2DrPj
— ANI (@ANI) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ajay Bhadoo appointed as Deputy Election Commissioner of Election Commission of India pic.twitter.com/Abhlb2DrPj
— ANI (@ANI) October 2, 2022Ajay Bhadoo appointed as Deputy Election Commissioner of Election Commission of India pic.twitter.com/Abhlb2DrPj
— ANI (@ANI) October 2, 2022
બે મહિનાનું એક્સટેન્શનઃ આ કાર્યકાળ પૂરો થયો હોવા છતાં પણ તેમને બે મહિનાનું એક્સટેન્શન આપી દેવાયું હતું. અજય ભાદુના IAS તરીકેના કેરિયર તરીકેની વાત કરવામાં આવે તો તેમણે જૂનાગઢમાં સહાયક ક્લેક્ટર તરીકે પણ કામ કર્યું છે. 19 વર્ષની એમની કેરિયરમાં તેઓ ક્લેકટર, કમિશનર તથા મુખ્યપ્રધાનના સચીવ તરીકે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2008 અને 2010માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ ક્લેક્ટરનો એવોર્ડ મળેલો છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલા ચૂંટણી પંચમાં અજય ભાદૂની નિયુક્તીને મહત્વની માનવામાં આવી રહી છે