ETV Bharat / bharat

એર ઈન્ડિયાની કાલિકટ-દુબઈ ફ્લાઈટને યુદ્ધના ધોરણે મસ્કત ડાઈવર્ટ કરાઈ, જીવ તાળવે ચોંટ્યા - Flight Diverted to Muscat

એર ઈન્ડિયાની (Air India Calicut to dubai flight) કાલિકટ-દુબઈ ફ્લાઈટ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રવિવારે મસ્કત તરફ વાળવામાં આવી હતી. કહેવાય છે કે ફ્લાઈટની અંદર સળગી જવાની ગંધ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એર ઈન્ડિયાની કાલિકટ-દુબઈ ફ્લાઈટને યુદ્ધના ધોરણે મસ્કત ડાઈવર્ટ કરાઈ, જીવ તાળવે ચોંટ્યા

author img

By

Published : Jul 17, 2022, 8:12 PM IST

નવી દિલ્હીઃ કાલિકટથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં (Air India Calicut to dubai flight) હંગામો મચી ગયો જ્યારે જહાજની અંદરથી સળગવાની ગંધ આવવા લાગી. આ મામલાની ગંભીરતાને જોતા ફ્લાઈટને મસ્કત તરફ ડાઈવર્ટ (Flight Diverted to Muscat) કરી દેવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ડીજીસીએએ (DGCA) કહ્યું કે ફોરવર્ડ ગેલીમાં એક વેન્ટ સળગવાની ગંધ આવી રહી હતી, ત્યારબાદ ફ્લાઈટનો રૂટ ડાયવર્ટ (Air India Flight Route) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ શહીદ એ આલમ ભગતસિંહ, શરમ આવે છેઃ કુમાર વિશ્વાસનો સિમરનજીતને ટોણો

રૂટ બદલવાનું કારણઃ એર ઇન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ (VT-AXX) હેઠળ સંચાલિત એરક્રાફ્ટની સંખ્યા IX-355 છે. આ પ્લેન કેરળ (કાલિકટ) થી દુબઈ તરફ જઈ રહ્યું હતું, પરંતુ આ દરમિયાન ફ્લાઈટની આગળની ગેલીના વેન્ટમાં સળગવાની ગંધ આવી રહી હતી. જેના કારણે સંભવિત જોખમને સમજીને પ્લેનને મસ્કત તરફ વાળવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના સતત અહેવાલો આવી રહ્યા છે. હવે આ ઘટનાથી શ્રેણીમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે.

આ પણ વાંચોઃ ભારત-ચીન વચ્ચે આજે લશ્કરી વાતચીતનો 16મો રાઉન્ડ, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

કરાંચીમાં લેન્ડિંગઃ રવિવારે જ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈન્ડિયન એરલાઈન્સના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ ડેક્કન જઈ રહી હતી. ઈન્ડિયન ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટના કેપ્ટને ઈમરજન્સી લેન્ડિંગ માટે કરાચી એર ટ્રાફિક કંટ્રોલ પાસે પરવાનગી માંગી હતી. વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.