ઝારખંડ : AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી ઝારખંડની ડુમરી પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારના પ્રચાર માટે રાંચી પહોંચ્યા હતા. મોડી સાંજે રાંચી પહોંચ્યા બાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના ભાવમાં કરાયેલા ઘટાડાને અપૂરતો ગણાવ્યો હતો. આ સિવાય તેણે નોહની હિંસા વિશે પણ વાત કરી હતી.
-
#WATCH पेट्रोल और डीजल की कीमत कम नहीं हो रही, G20 के लिए लगभग 3500-4000 करोड़ रुपये खर्च किए जा रहे हैं, अगर वही पैसा गैस सिलेंडर में दिया जाता तो गैस सिलेंडर सिर्फ 300 रुपए में आ जाता। आज भी कीमतें ज्यादा हैं। मैं नहीं समझता इस तरह गरीबों को कुछ फायदा होगा: घरेलू एलपीजी गैस… pic.twitter.com/Ggvfytho2o
— ANI_HindiNews (@AHindinews) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH पेट्रोल और डीजल की कीमत कम नहीं हो रही, G20 के लिए लगभग 3500-4000 करोड़ रुपये खर्च किए जा रहे हैं, अगर वही पैसा गैस सिलेंडर में दिया जाता तो गैस सिलेंडर सिर्फ 300 रुपए में आ जाता। आज भी कीमतें ज्यादा हैं। मैं नहीं समझता इस तरह गरीबों को कुछ फायदा होगा: घरेलू एलपीजी गैस… pic.twitter.com/Ggvfytho2o
— ANI_HindiNews (@AHindinews) August 29, 2023#WATCH पेट्रोल और डीजल की कीमत कम नहीं हो रही, G20 के लिए लगभग 3500-4000 करोड़ रुपये खर्च किए जा रहे हैं, अगर वही पैसा गैस सिलेंडर में दिया जाता तो गैस सिलेंडर सिर्फ 300 रुपए में आ जाता। आज भी कीमतें ज्यादा हैं। मैं नहीं समझता इस तरह गरीबों को कुछ फायदा होगा: घरेलू एलपीजी गैस… pic.twitter.com/Ggvfytho2o
— ANI_HindiNews (@AHindinews) August 29, 2023
LPG પર ઓવૈસીનું બયાન : અસદુદ્દીન ઓવૈસીએ રાંચી પહોંચતા જ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના અવસર પર ભારતીય જનતા પાર્ટી બહેનોને ભેટ આપવાની વાત કરે છે, પરંતુ આજે પણ દેશમાં એવી ઘણી બહેનો છે જે વર્તમાન દરે પણ ગેસ સિલિન્ડર ખરીદી શકતી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી નથી થઈ રહી, G20 માટે લગભગ 3500-4000 કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, જો આ જ પૈસા ગેસ સિલિન્ડરમાં આપવામાં આવ્યા હોત તો ગેસ સિલિન્ડર માત્ર 300 રૂપિયામાં જ આવત. આજે પણ ભાવ ઉંચા છે, મને નથી લાગતું કે ગરીબોને આ રીતે કોઈ ફાયદો થશે.
નૂહ હિંસા પર હરિયાણા સરકાર ઘેરાઈઃ ઓવૈસીએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અંગે કહ્યું કે, હરિયાણા સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીમાં મુસ્લિમોને અસર થઈ છે. બુલડોઝર વડે જે મકાનો તોડી પાડવામાં આવ્યા તેમાં મોટાભાગના મુસ્લિમ મકાનો અને દુકાનો હતી. જ્યારે સમગ્ર હિંસાનો મુખ્ય આરોપી, તેનો વીડિયો વાયરલ થયો હોવા છતાં, સરકારે આજ સુધી કોઈ યોગ્ય પગલાં લીધા નથી.
પેટા ચૂંટણીનો પ્રચાર ચાલું : ભાજપની બી-ટીમ કહેવા પર અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપ્યો કે, આ તેમનું જૂનું ભાષણ છે. ઝારખંડમાં એવી ઘણી વિધાનસભા બેઠકો છે જ્યાં AIMIM પાર્ટીના ઉમેદવારો ઉભા નથી થયા, પરંતુ ત્યાં પણ ભાજપની જીત થઈ છે. જેAIMIM અને કોંગ્રેસ પાસે આ પ્રશ્નનો જવાબ નથી. AIMIM પોતાની તાકાત પર ચૂંટણી લડે છે અને પોતાના બળ પર જીત મેળવે છે.
નેતાનું નિધન થતા સીટ ખાલી પડી : AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી ડુમરી પેટાચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ અબ્દુલ મોબીન રિઝવી માટે પ્રચાર કરશે. બુધવારે ડુમરી કેકેબી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તેમની જાહેરસભા યોજાવાની છે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે AIMIM નેતા જગરનાથ મહતોના નિધન બાદ આ સીટ ખાલી થઈ છે. અહીં 5મી સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે પરિણામ 8 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.