ETV Bharat / bharat

AgustaWestland scam : આરોપી રતુલ પુરીએ વિદેશ જવા માગી મંજૂરી

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીએ (AgustaWestland scam accused Ratul Puri) દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) અરજી કરીને વિદેશ જવાની મંજૂરી માગી છે.

AgustaWestland scam : આરોપી રતુલ પુરીએ વિદેશ જવા માગી મંજૂરી
AgustaWestland scam : આરોપી રતુલ પુરીએ વિદેશ જવા માગી મંજૂરી
author img

By

Published : Apr 6, 2022, 9:07 AM IST

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીએ (AgustaWestland scam accused Ratul Puri) વિદેશ જવાની મંજૂરી માગતી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) અરજી કરી છે. રતુલ પુરીની અરજી પર સુનાવણી કરતા સ્પેશિયલ જજ અરવિંદ કુમારે EDને નોટિસ પાઠવી છે. કેસની આગામી સુનાવણી 8મી એપ્રિલે થશે.

આ પણ વાંચો: Letter to PM Modi: પેટ્રોલ-ગેસ સિલિન્ડર હપ્તાથી આપવા ધોરાજીના યુવકની માગ, PMને લખ્યો પત્ર

આઈસલેન્ડ અને યુરોપની યાત્રા કરવી પડશે : સુનાવણી દરમિયાન રતુલ પુરી તરફથી હાજર રહેલા એડવોકેટ વિજય અગ્રવાલે કહ્યું કે, રતુલ પુરીએ 20 એપ્રિલથી 29 એપ્રિલ સુધી પેરિસ, આઈસલેન્ડ અને યુરોપની યાત્રા કરવી પડશે. જણાવી દઈએ કે ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે અગસ્તા વેસ્ટલેન્ડ દ્વારા લગભગ 17 મિલિયન યુરો બે રીતે આપવામાં આવ્યા હતા. આ રકમ ક્રિશ્ચિયન મિશેલની કંપની દ્વારા રતુલ પુરીને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Petrol Diesel Prices : પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધ્યા, જાણો નવા ભાવ

અગસ્તા હેલિકોપ્ટર કેસ : ED અનુસાર બીજા આરોપી જસપ્રીત આહુજાએ રતુલ પુરીને પૈસા આપવામાં મદદ કરી હતી. જસપ્રીત આહુજાએ પૈસા લાવવા માટે કેટલીક કંપનીઓ બનાવી અને તેના દ્વારા રતુલ પુરીને પૈસા મોકલવામાં આવ્યા. અગસ્તા હેલિકોપ્ટર કેસમાં (Augusta helicopter case) રતુલ પુરી પર દુબઈથી પોતાની કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.