- મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો
- અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ
- મહાડના કલાઈ ગામે ભૂસ્ખલનને કારણે 400 થી 500 લોકો અહીં ફસાયા
અલીબાગ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થઈ છે અને જિલ્લાના અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. આવી જુદી-જુદી ઘટનાઓમાં, યુવતી સહિત ત્રણ લોકો નદીઓમાં ડૂબ્યા હતા. ગુરુવારના રોજ એક અધિકારીએ આ માહિતી આપી હતી. બીજી તરફ મહાડના કલાઈ ગામે ભૂસ્ખલનને કારણે 400 થી 500 લોકો અહીં ફસાયા છે. તે જ સમયે, NDRF અને કોસ્ટગાર્ડ પૂરના પાણીમાં ફસાયેલા હોવાથી બચાવ કામગીરીમાં સમય લાગશે. કલેકટરે જણાવ્યું હતું કે, વરસાદ ઓછો થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન
નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત
અધિકારીએ જણાવ્યું હતું કે, કુંડલિકા અને સાવિત્રી નદીઓ જોખમના ચિન્હથી ઉપર વહી રહી છે અને તેનાથી અનુક્રમે રોહા અને મહાડના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તે જ સમયે, ઉલ્હાસ નદીનું પાણી સવારે કર્જત શહેરમાં પ્રવેશ્યું હતુ. અલીબાગ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મહાડ નગરમાં સાવિત્રી નદીમાં ડૂબી જવાથી એક 50 વર્ષિય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. કર્જત તાલુકામાં એક 40 વર્ષીય વ્યક્તિ અને તેની પુત્રી ઉલ્હાસ નદીમાં પૂરમાં તણાઇ ગયા હતા. સાવિત્રી નદીથી પીડિત સંજય નરખેડેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
સિદ્ધાર્થનગર અને પ્રજ્ઞાનગરથી 53 પરિવારોને સ્થળાંતર કરાયા
દમાડ ગામના રહેવાસીઓ ઇબ્રાહિમ મણિયાર અને તેની પુત્રી પૂરમાં ડૂબી ગયા હતા હાલ તેમની શોધખોળ ચાલું છે. રાયગઢ કલેકટરે નદીઓ, નાની નદીઓ અને કાંઠે રહેતા લોકો માટે એલર્ટ જાહેર કર્યું હતુ. ખોપોલીના સિદ્ધાર્થનગર અને પ્રજ્ઞાનગરથી 53 પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ખલાપુર તાલુકાના જમરૂંગા બૌધવાડી અને બિન્ધકુરધા ગામના રહીશોને પૂરના કરાણે જિલ્લા પરિષદની શાળામાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 40 વર્ષ બાદ ફરી કપરાડાના ગિરનાર ગામે જમીન ધસી
ભોર-મહાડ માર્ગ પર આવેલા વરવાંડા ગામે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના
અધિકારીએ જણાવ્યું હતું કે, ભોર-મહાડ માર્ગ પર આવેલા વરવાંડા ગામે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી અને વારાંધા ઘાટ પર વાહનોની અવર-જવર પર અસર થઈ હતી, કલેક્ટર કચેરીએ જારી કરેલા આંકડા મુજબ, રાયગઢમાં છેલ્લા 24 કલાકમાં સવારે 8.30 વાગ્યા સુધીમાં 165 મીમી વરસાદ નોંધાયો હતો. માથેરાનમાં સૌથી વધુ 331.40 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં મુરૂડમાં ઓછામાં ઓછું 43 મીમી વરસાદ નોંધાવ્યો હતો. ગુરુવારના રોજ સવાર સુધીમાં જિલ્લાના વાર્ષિક સરેરાશ મુજબ 70.39 ટકા વરસાદ નોંધાયો હતો.