ચેન્નાઈ: અભિનેતા વિજયે 2005માં યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત કરેલી BMW X5 લક્ઝરી કાર માટે એન્ટ્રી ટેક્સની ચૂકવણી ન કરવા બદલ દંડ ચૂકવવાનો નિર્દેશ (Actor Vijay BMW Entry tax case) હતો. જેને તમિલનાડુ કોમર્શિયલ ટેક્સ વિભાગના આદેશને પડકારતો મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ આજે (15 જુલાઈ) જસ્ટિસ સુરેશ કુમાર સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. અભિનેતા વિજયના વકીલે કહ્યું કે કાર આયાત કરવામાં આવી ત્યારથી માત્ર 2% પ્રતિ માસના હિસાબે દંડની ગણતરી કરવી જોઈએ, પરંતુ તેના પર 400% દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શું છે Mission 2047 જેમાં 6ની ધરપકડ બાદ પણ વધુ 20ને શોધી રહી NIA
વાણિજ્ય વેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલા આ જવાબ સાથે જણાવ્યું હતું કે, કેસને દંડ સાથે કાઢી નાખવાની માંગ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, ન્યાયમૂર્તિએ અભિનેતાને 2019 ના સમયગાળા પછી BMW X5 લક્ઝરી કાર માટે એન્ટ્રી ટેક્સની ચુકવણી ન કરવા બદલ દંડ ચૂકવવા અને 2005થી 2019ના સમયગાળા દરમિયાન ચૂકવણી કરવાની રહેશે નહીં તેવો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: ગૃહપ્રધાનની પુત્રી અપહરણ કેસ: ડૉક્ટર રૂબૈયા સઈદ જમ્મુમાં CBI કોર્ટમાં હાજર
અભિનેતા વિજયે 2005 માં યુનાઇટેડ સ્ટેટ્સથી રૂ.63 લાખની કિંમતની BMW X5 કાર ખરીદી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યોને પ્રવેશ વેરો વસૂલવાની સત્તા છે અને રૂ.7,98,075 નો ટેક્સ ચૂકવવાનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. અભિનેતા દ્વારા ચૂકવવામાં આવેલ કરની રકમ સાથે કોમર્શિયલ ટેક્સ વિભાગે ડિસેમ્બર 2021ના રોજ એન્ટ્રી ટેક્સની ચૂકવણીમાં વિલંબ કરવા બદલ અભિનેતા પર 30,23,609 રૂપિયાનો દંડ કરાતા આ આદેશને અભિનેતા દ્વારા પડકારવામાં આવ્યો હતો.