ETV Bharat / bharat

એસિડ હુમલાના આરોપી પર કર્યો ટીમ પોલીસે કર્યો ગોળીબાર, જાણો કારણ... - Shooting at acid attack suspect

કર્ણાટકમાં કામક્ષીપાલ્ય પોલીસે એસિડ હુમલાના આરોપી પર ગોળીબાર (Shooting at acid attack suspect) કર્યો હતો. આરોપી પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીએ ગયા મહિને યુવતી પર એસિડ વડે હુમલો કર્યો હતો. ઘટનાના 16 દિવસ બાદ પોલીસે (Acid Attack case) તેની ધરપકડ કરી હતી.

પોલીસે એસિડ હુમલાના આરોપીઓ પર  કર્યો ગોળીબાર

author img

By

Published : May 14, 2022, 3:46 PM IST

બેંગલુર: શહેરની કામક્ષીપાલ્ય પોલીસે શનિવારે એસિડ હુમલાના (Shooting at acid attack suspect) આરોપી નાગેશ પર કેંગેરી પુલ પર ગોળીબાર કર્યો જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે નાગેશના જમણા પગ પર ગોળી વાગી જ્યારે તેણે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો અને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ મહાદેવૈયા ઘાયલ (Police constable Mahadevaiya injured) થયા છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Robbery In Bharuch : સીસીટીવીમાં કેદ રિવોલ્વરની અણીએ લૂંટની ઘટના

23 વર્ષની એક મહિલા પર એસિડ ફેંકીને હુમલો : આરોપી નાગેશને પગમાં ઈજા થઈ હતી અને તેને બેંગલુરની BGS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આરોપીએ ગયા મહિને બેંગલુરુમાં 23 વર્ષની એક મહિલા પર એસિડ ફેંકીને (Acid Attack case) ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. આખરે શુક્રવારે કર્ણાટક પોલીસે તેને તમિલનાડુના તિરુવન્નામલાઈ શહેરમાંથી પકડી લીધો હતો. તે પોતાની જાતને ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખાવીને પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો: રાજસ્થાન જોધપુરમાં એવું તે શું થયું કે ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી...

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો: પોલીસ નાગેશને બેંગ્લોર લઈ જઈ રહી હતી. દરમિયાન આરોપીએ પેશાબ કરવાની કેફિયત આપી હતી. ત્યારબાદ પોલીસે કેંગેરી બ્રિજ પર વાહનને રોક્યું હતું. તે સમયે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓ પર ગોળીબાર કર્યો હતો. એસિડ હુમલાના 16 દિવસ બાદ કામક્ષીપાલ્ય પોલીસે શુક્રવારે તિરુવન્નામલાઈ શહેરમાંથી તેની ધરપકડ કરી હતી. આ ઘટના 28 એપ્રિલે બની હતી. બેંગલુરુના સુનાકડકટ્ટેમાં યુવતીના કાર્યસ્થળ પાસે ઓટોમાં રાહ જોઈ રહેલા નાગેશે તેનો પીછો કર્યો અને તેના પર એસિડ રેડ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.