અમરાવતી: બુધવારે રાત્રે નવીન ખાને, સગીર બાળકીના ઘરમાં ઘુસીને તેનું અપહરણ (Abduction of a minor by breaking into his home) કર્યું હતું. જે બાદ, આ વ્યક્તિ ગુરુવારે રાત્રે યુવતીને તેના ઘર વિસ્તારમાં લઈ આવ્યો હતો. ત્યારબાદ, ટોળાએ તે વ્યક્તિને માર માર્યો અને તેની હત્યા (Amravati killed by mob) કરી નાખી હતી. આ ઘટના અમરાવતી જિલ્લાના ચંદુર રેલવે (murder case in Amravati) ટાઉનમાં ઘટી હતી. બુધવારે રાત્રે નવીન ખાન શેખ અશપાક, અતુલ કુસરામ અને ચંદુરવાડીના યુવક સાથે ચંદુર રેલવેના ગરુડીપુરા વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી ગયા અને પરિવારને છરી બતાવીને ધમકી આપી. તે પછી, તેઓએ તેમની પુત્રીને બળજબરીથી ઘરની બહાર કાઢી, તેણીને વાહનમાં બેસાડી અને ભાગી ગયા હતા.
ટોળાએ માર મારતાં મોત: આ ઘટના બાદ, ગરુડીપુરાના સેંકડો નાગરિકોએ ચંદુર રેલવે પોલીસ સ્ટેશન પર રેલી કાઢી હતી. નવીન શેખ ગુરુવારે રાત્રે યુવતીને તેના ઘરે લઈ ગયો હતો. જ્યારે તે સગીર છોકરીને ત્યાં છોડીને ભાગી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધો અને બેરહેમીથી માર માર્યો. નવીન શેખનું ટોળાએ માર (Killed by the mob) મારતાં મોત થયું હતું. આ પછી પરિવારે ચંદુર રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 4 આરોપીઓ સામે કલમ 363, 452, 506, 34 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.