ETV Bharat / bharat

પરિવારનો માળો વિખાયો, પ્રવાસ મોતના માતમમાં ફેરવાયો - એક જ પરિવારના સાત લોકોના મોત

ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક અકસ્માત થયો (accident in mathura) હતો. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા (accident on yamuma express) હતા. તમામ હરદોઈ જિલ્લાના રહેવાસી હતા.

મથુરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: 7ના મોત, PM મોદીએ કર્યું દુઃખ વ્યક્ત

author img

By

Published : May 7, 2022, 1:19 PM IST

Updated : May 7, 2022, 1:44 PM IST

મથુરા (ઉત્તર પ્રદેશ): યમુના એક્સપ્રેસ વે પર શનિવારે એક ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત (accident in mathura) થયા છે. તમામ હરદોઈ જિલ્લાના સંદિલા વિસ્તારના બહાદુરપુર ગામના રહેવાસી (accident on yamuma express) હતા. હરદોઈના સંદિલા તાલુકા વિસ્તારના બહાદુરપુર ગામથી નોઈડા પરત ફરી રહેલા એક જ પરિવારના 7 લોકો યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. માર્યા ગયેલા સાતમાંથી ત્રણ મહિલાઓ, એક બાળક અને ત્રણ પુરૂષો છે. જેમાં એક બાળક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: ઈન્દોરમાં બે માળની ઈમારતમાં લાગી આગ, 7 લોકો જીવતા સળગી ગયા

અજાણ્યા વાહન સાથે અથડાઈ: તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. થાણા નૌઝીલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના બજના કટ પર શનિવારે સવારે લગભગ 5 વાગે વેગન આર કાર પાછળથી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. કારમાં બહાદુરપુર નિવાસી લલ્લુ ગૌતમ, તેનો પુત્ર રાજેશ, શ્રી ગોપાલ ગૌતમ, સંજય, સંજયની પત્ની નિશા, લલ્લુની પત્ની ચુટકી, રાજેશની પત્ની નંદની, સંજયનો પુત્ર ધીરજ અને સંજયનો બીજો પુત્ર ક્રિશ કારમાં હતા. અકસ્માતમાં ક્રિશ અને શ્રીગોપાલ ઈજાગ્રસ્ત થયા હતા.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું: આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી તેમના વતન ગામ બહાદુરપુર હરદોઈથી કાસના સદરપુરા, ગૌતમ બુદ્ધ નગર પરત ફરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું ઈજાગ્રસ્તને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

આ પણ વાંચો: Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા

7 લોકોના ઘટનાસ્થળે જ મોત: એસપી દેહત શ્રીશ ચંદે જણાવ્યું કે, યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઈજાગ્રસ્તને મથુરા જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Last Updated : May 7, 2022, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.