ETV Bharat / bharat

પ્રકૃતિનું અનોખું આશ્ચર્ય છે કૈકરિલુ ઝાડ - પ્રકૃતિનું અનોખું આશ્ચર્ય

દુનિયામાં અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે તેમાં એક એવું વૃક્ષ પણ છે કે જે રાત્રે પણ દિવાની જેમ પ્રકાશે છે.

author img

By

Published : Apr 20, 2021, 6:04 AM IST

  • રાત્રે પણ દિવાની જેમ ઝગમગે છે ઝાડ
  • ઝાડની પાન અને કળીઓ આપે છે પ્રકાશ
  • લોકોની ભાવના સાથે જોડાયું છે આ ઝાડ

કર્ણાટક: આ ઝાડની કળીઓમાં ઉર્જાનો સંચાર છે. આ કળીઓ રાત્રે પણ એક દિવાની જેમ પ્રકાશે છે. સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે પણ હા, યેલ્લદૂરુ તાલુકામાં બિલીગિરી રંગના વન ક્ષેત્રમાં આવેલા એવું ઝાડ આવેલું છે જેની કળીઓ અને પાન પર જ્યારે તેલ લગાવામાં આવે છે ત્યારે તે દીવાની જેમ પ્રકાશ આપે છે. આ દુર્લભ વૃક્ષ કૈકરિલુ ઝાડના નામથી ઓળખવામાં આવે છે. જેને સાગની પ્રજાતિનું ઝાડ માનવામાં આવે છે. આ ઝાડના પાન બીજા ઝાડના પાન કરતાં જુદા છે. ઝાડના પાન તેલ જેવા એક પદાર્થનું ઉત્પાદન કરે છે અને તે પદાર્થથી જ આ ઝાડ પ્રકાશિત થાય છે. આદિવાસી લોકોનું માનવું છે કે પાંડવા તે સમયમાં આ વૃક્ષનો ઉપયોગ કરતા હતાં. આ અંગે એક સ્થાનિકે ETV Bharatને જણાવ્યું હતું કે જ્યારે પાંડવો હસ્તિનાથીમાં રોકાયા હતા ત્યારે દીવા સળગાવાતા, તે જ્યારે બુઝાઇ જતા ત્યારે આ ઝાડના પાનનો ઉપયોગ કરતાં હતા. આથી આદિવાસીઓ આ ઝાડને 'પાંડવ વૃક્ષ' તરીકે પણ ઓળખે છે.

ઝાડના પાનમાં તેલ સંગ્રહ કરવાની છે ક્ષમતા

સોલીગાઓનું માનવું છે કે તેમના વડવાઓએ પાંડવોની રાણી દ્રૌપદીને આ કળી અને પાન સળગાવતા શીખવ્યું હતું. કૈકરિલુના ઝાડની કળીઓમાં તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે અને આ તેલના કારણે તે એક દિવાની જેમ પ્રકાશે છે. સોલીગાના લોકો આ ઝાડના પાનને વિશેષ મહત્વ આપે છે. તહેવારના સમયમાં તેઓ આ પાનમાં જ રોટલી અને રાગીનું ભોજન આપે છે. જે લોકો જંગલમાં રહે છે તેઓ પ્રકાશ માટે અન્ય કોઇ સાધનનો ઉપયોગ કરવાની જગ્યાએ આ પાન પર તેલ નાંખીને ઉપયોગ કરે છે.

વધુ વાંચો: વીંઝીને વગાડી શકાય છે આ અનોખી વાંસળી

સ્થાનિકો ઝાડમાંથી મેળવે છે મધ

કૈકરિલુ ઝાડના પાન આસપાસ વધારે સુગંધ ફેલાવે છે. સુગંધના કારણે મધમાખીઓ પણ આ ઝાડ પર મધપુડો બનાવે છે. જેમાંથી સોલીગા લોકો મધ મેળવે છે અને બજારમાં પણ વેચે છે. કૈકરિલુ ઝાડ સોલીગા લોકોની ભાવનાઓ સાથે તો જોડાયેલું છે સાથે જ તેઓ આનાથી મધ મેળવી પૈસા મેળવવામાં મદદ રૂપ થાય છે.

વધુ વાંચો: પોતાના સોપારીના છોડને બચાવવા માટે ગૌરીએ ખોદ્યા કૂવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.