- ધનબાદના નિરસી વિસ્તારમાં આગ
- જોતજોતમાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
- મોટી દુર્ઘટના થતા ટળી
ધનબાદ: ઝારખંડના ધનબાદ જિલ્લાના નિરસી સ્થિત કલિયાસોલ પાવર સ્ટેશનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરુપ લઈ લીધું હતું. ગરમીને કારણે આગ લાગવાની વાત સામે આવી છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂની બહાર
મોટી દુર્ઘટના થતા બચી
કાલિયાસોલ ઝોન અધિકારી દિવાકર દુબેએ જણાવ્યું હતું કે પાવર સબ સ્ટેશનની ઝાડીઓમાં આગ લાગી હતી. જોત જોતા આગે પ્રચંડ રુપ લઈ લીધુ હતું. સબ સ્ટેશનમાં મૂકેલા વાયરમાં પણ આગ લાગી હતી. લાશ્કરો આગને કાબુમાં લેવામાં લાગેલી છે. તેમણે કહ્યું કે સારૂ કહેવાય કે ફાયરના લાશ્કરો સમય રહેતા ઘટના સ્થળે પહોંચી ગયા, નહીં તો કોઈ મોટી ઘટનાએ આકાર લીધો હોત. જો પાવર સ્ટેશનના ટ્રાન્સફોરમરમાં આગ લાગી હોત તો અહીંયા બ્લાસ્ટ પણ થવાની આંશકા હતી.પાવર સ્ટેશનની બાજુમાં જ પ્રખંડ કાર્યાલય છે . આ આગની અસર કાર્યાલયમાં પણ જોવા મળ્યો હોત. દરરોજ કેટલાય લોકો આ કાર્યાલયની મૂલાકાતે આવે છે.