- આ શિક્ષકને છે ઘડિયાળ માટે અનોખો પ્રેમ
- તેમના કલેક્શનમાં અનોખી ઘડીયાળ
ન્યૂઝ ડેસ્ક: દક્ષિણ કર્ણાટકના ચામરાજનગરમાં પોન્નાચી મહાદેવસ્વામીનું ઘર છે જેને જોઇને તમને લાગશે કે તમે કોઇ ઘડિયાળના શોરૂમમાં જ આવી ગયા છો. અહીં તમને એચએમટી ઘડિયાળના ઘણા પ્રકાર જેમકે જનતા, કોહિનૂર, કંચન, પાયલોટ, ચાણક્ય અને અન્ય કેટલીક પણ છે. મોબાઇલ યુગના કારણે છેલ્લા કેટલાય દિવસોથી કાંડામાં પહેરાતી ઘડીયાર તમને કદાચ જ જોવા મળે. જો કે આ શિક્ષક છેલ્લા એક વર્ષથી અલગ અલગ મૉડલ ખરીદતા રહેતા હતાં. લૉકડાઉન સમયે તેને રિપેર કરતાં શીખ્યા. પોન્નાચી મહાદેવસ્વામી એક લેખક છે અને હનુરુ તાલુકના નિવાસી છે હવે તે યેલંદુરુમાં બીઆરપી છે. સબસે પહેલા તેમણે શો રૂમ, સ્ક્રેપ ઘડીયાળના સ્ટોર અને ઓનલાઇન સ્ટોરમાંથી એસએમટી ઘડિયાળ એકઠી કરવાનું શરૂ કર્યું. હવે તેમની પાસે 400થી વધારે ઘડિયાળ છે.
પિતાએ ઘડિયાળ આપવા કર્યો હતો વાયદો
પોન્નાચી મહાદેવસ્વામીએ પોતાના આ શોખ વિશે ETV Bharatને જણાવ્યું હતું કે,"મારા પિતાએ મને વાયદો કર્યો હતો કે જો હું SSCLની પરીક્ષા ક્લિયર કરી લઇશ તો મને એચએમટીની ઘડીયાળ અપાવશે. પણ હું SSCLની પરીક્ષામાં નાપાસ થયો હતો." આ પછી પણ ઘડિયાળ માટેનો તેમનો પ્રેમ હંમેશા અકબંધ રહ્યો. એક વર્ષ પહેલાં તેમણે મૈસૂરથી એચએમટીની ઘડીયાળ ખરીદી હતી બાદમાં એચએમટીની ઘડિયાળ ખરીદવાની તેમની આદત બની ગઇ હતી. હવે તેના સંગ્રહાલયમાં 45 થી 50 વર્ષ જૂની ઘડિયાળ છે.
80 પ્રકારની ઘડિયાળમાં છે કલેક્શન
તેમના કલેક્શનમાં અનેક પ્રકારની એચએમટીની ઘડિયાળ છે. જનતા, કોહિનૂર, કંચન, પાયલોટ, ચાણક્ય, વિજય, સોના,રજત, કલ્યાણ, સૌરભ, આશ્રય, સૂર્ય, આકાશ, જવાન, ગગન રોહિત, રોહિત, બીપા જેવા અનેક મોડલ તેમના સંગ્રહમાં શામેલ છે. મહિલાઓની ઘડિયાળમાં કાવેરી, ગોદાવરી, તારા, દીપ્તી, કપિલા, શાલિની જેવી અનેક ઘડિયાળ છે. 400 ઘડિયાળમાં 80 પ્રકારના મહાદેવ સ્વામીનો સંગ્રહ છે.
લૉકડાઉનમાં તેમણે ઘડિયાળ રિપેર કરતાં શીખ્યા
જો કે આ ઘડિયાળને રાખવી તે પણ મોંઘો શોખ છે. આ ઘડિયાળમાં બેલ્ટ બદલવાનો ખર્ચ તેની કિંમત કરતાં પણ વધી જાય છે. આ માટે મહાદેવ સ્વામીએ આ રિપેરકામ શીખવા માટે યુટ્યુબ અને મિત્રોની મદદ લીધી. પોન્નાચી મહાદેવસ્વામીએ સાહિત્યના ક્ષેત્રમાં પણ નામ મેળવ્યું છે. તેમણે દોપાદા મક્કલુ લખ્યું અને 2020માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવ્યો હતો. તેમણે ટુકી કવિતાઓનું સંકલન પર એક પુસ્તક પ્રકાશિત પણ કર્યું છે.