- પૂણેના એક સ્ટાર્ટઅપે કોરોના વાઈરસને નિષ્ક્રિય કરનારું માસ્ક બનાવ્યું
- માસ્ક પોતાના સંપર્કમાં આવનારા જીવાણુઓને નિષ્ક્રિય કરે છે
- થિન્ક ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કર્યું માસ્ક
નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે આ અંગે કહ્યું હતું કે, પૂણેના એક સ્ટાર્ટઅપે થ્રીડી પ્રિન્ટિંગ અને દવાઓના મિશ્રણથી એક એવું માસ્ક તૈયાર કર્યું છે કે જે પોતાના સંપર્કમાં આવનારા જીવાણુઓને નિષ્ક્રિય કરી દે છે.
આ પણ વાંચો- છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ : રસ્તા પર ટ્રાફિકજામ, લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા
માસ્ક પર એન્ટિવાયરલ એજન્ટ હોય છે
થિન્ક ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા માસ્ક પર એન્ટિવાયરલ એજન્ટ હોય છે. તેવામાં એજન્ટ એન્ટિવાઈરલ કહેવાય છે. DSTએ કહ્યું હતું કે, પરીક્ષણ કરીને દર્શાવવામાં આવ્યું છે કે, આ લેપ સાર્સ-કોવ-2ને નિષ્ક્રિય કરી દે છે. વિભાગના જણાવ્યાનુસાર, લેપમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી સોડિયમ ઓલેફિન સલ્ફોનેટ આધારિત મિશ્રણ છે. તે સાબુ સંબંધિત એજન્ટ છે.
આ પણ વાંચો- સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત
લેપની સામગ્રી સામાન્ય તાપમાન પર સ્થિર હોય છે
વિભાગે કહ્યું હતું કે, જ્યારે વાઈરલ લેપના સંપર્કમાં આવે છે તો તેના બાહ્ય પટલ નષ્ટ થઈ જાય છે. લેપની સામગ્રી સામાન્ય તાપમાન પર સ્થિર હોય છે અને તેનો સૌદર્ય પ્રસાધનોમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.