લંડનઃ બ્રિટનમાં ખૂબ જ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો દર્દી લગભગ દોઢ વર્ષથી કોરોના વાયરસથી સંક્રમિત હતો. વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે. અત્યારે એ કહી શકાતું નથી કે શું આ સૌથી લાંબા સમયથી કોવિડ-19થી (Corona Virus) સંક્રમિત રહેવાનો મામલો છે કારણ કે, તમામ લોકોનું સંક્રમણ માટે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. ગાયજ અને સેન્ટ થોમસમાં NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. લ્યુક બ્લેગડોન સ્નેલે જણાવ્યું હતું કે, પરંતુ 505 દિવસમાં તે ચોક્કસપણે સૌથી લાંબો સંક્રમિત કેસ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: ચીનમાં કોરોનાનો પ્રકોપઃ સંક્રમિત દર્દીઓનો રેકોર્ડ તુટ્યો, લોકો થયા ઘરમાં કેદ
2 દર્દીઓને 1 વર્ષથી હતો કોરોના વાયરસ : સ્નેલની ટીમ પોર્ટુગલમાં આ સપ્તાહના અંતમાં સંક્રમિત રોગોની મીટિંગમાં કોવિડ-19 થી સતત સંક્રમિત ઘણા કેસ રજૂ કરવાની યોજના ધરાવે છે. તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લાંબા સમયથી સંક્રમિતગ્રસ્ત દર્દીઓમાં કયા પરિવર્તન થાય છે? અને નવા પ્રકારના સંક્રમિત ઉદભવે છે? આમાં ઓછામાં ઓછા 8 અઠવાડિયાથી સંક્રમિતગ્રસ્ત મળી આવેલા નવ દર્દીઓનો સમાવેશ થાય છે. અંગ પ્રત્યારોપણ, HIV, કેન્સર અથવા અન્ય રોગોની સારવારને કારણે તમામની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી. પુનરાવર્તિત પરીક્ષણો દર્શાવે છે કે તેઓ સરેરાશ 73 દિવસ સુધી સંક્રમિતગ્રસ્ત રહ્યા હતા. બે દર્દીઓને 1 વર્ષથી વધુ સમયથી કોરોના વાયરસ હતો.
335 દિવસ સુધી હતો સંક્રમિતનો : સંશોધકોએ જણાવ્યું હતું કે, પહેલા 335 દિવસ સુધી સંક્રમિતનો કેસ હતો. કોવિડ-19થી સતત સંક્રમિત થવું એ દુર્લભ અને લાંબા સમય સુધી ચાલતા કોરોના વાયરસથી અલગ છે. સ્નેલે કહ્યું કે, લાંબા ગાળાના કોવિડમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વાયરસ તમારા શરીરમાંથી નીકળી ગયો છે, પરંતુ તેના લક્ષણો હજુ પણ છે. સતત સંક્રમણમાં વાયરસ શરીરમાં રહે છે. સ્નેલે કહ્યું કે, આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એવા કેટલાક લોકો છે જે વારંવાર સંક્રમણ અને ગંભીર બીમારી જેવી આ સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેમણે કહ્યું કે ભીડમાં માસ્ક પહેરવું એ એક મહત્વપૂર્ણ કાર્ય છે અને આપણે બીજાની સુરક્ષા કરી શકીએ છીએ.
સંશોધકોએ મૃત્યુનું કારણ આપવાનો કર્યો ઇનકાર : જે વ્યક્તિ સૌથી લાંબા સમયથી સંક્રમિત જોવા મળે છે તે 2020ની શરૂઆતમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો. તેમની સારવાર એન્ટિ-વાયરલ દવા રેમડેસિવીરથી કરવામાં આવી હતી, પરંતુ 2021 માં તેમનું અવસાન થયું હતું. સંશોધકોએ મૃત્યુનું કારણ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ દર્દીને અન્ય ઘણી બીમારીઓ હતી.