ETV Bharat / bharat

National Law University News: માત્રને માત્ર કરાર આધારિત શિક્ષકોથી ચાલતી નેશનલ લો યુનિવર્સિટી એ ચિંતાજનક મુદ્દોઃ સુપ્રીમ કોર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 5:43 PM IST

જોધપુરની નેશનલ લો યુનિવર્સિટી મુદ્દે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધિશ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની સંયુક્ત બેન્ચે આખી યુનિવર્સિટી કરાર આધારિત શિક્ષકોથી ચાલે છે તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ અનિચ્છનિય અને અયોગ્ય છે.

નેશનલ લો યુનિવર્સિટી મુદ્દે સુપ્રીમ કોર્ટ ખફા

નવી દિલ્હીઃ કાયદાનું શિક્ષણ આપતી મુખ્ય સંસ્થા એવી નેશનલ લો યુનિવર્સિટી માત્રને માત્ર કરાર આધારિત શિક્ષકો ચલાવે છે તે જાણી સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે. સુપ્રીમે આ મુદ્દાને ગંભીર અને ચિંતાનો વિષય ગણાવ્યો છે.

સુપ્રીમના ધારદાર સવાલઃ ન્યાયાધિશ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની સંયુક્ત બેન્ચે આખી યુનિવર્સિટી કરાર આધારિત શિક્ષકોથી ચાલે છે તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ અનિચ્છનિય અને અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે કરેલ સુનાવણીમાં સંયુક્ત બેન્ચે જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે નેશનલ લો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એડવાન્સ સ્ટેજ પર થઈ રહેલી પ્રોસેસમાં હાજર નથી અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુદ્ધા કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે. કાયદા જેવા સંવેદનશીલ વિષયનું શિક્ષણ આપતી મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની નેશનલ લો યુનિવર્સિટી માત્રને માત્ર કરાર આધારિત શિક્ષકો દ્વારા ચાલી રહી છે.

10 ટકા સ્ટાફ જ કરાર આધારિત હોવો જોઈએઃ એપેક્ષ કોર્ટને માહિતી અપાઈ હતી કે હવે યુનિવર્સિટીમાં 50 ટકા કોન્ટ્રાક્ટ અને 50 ટકા પરમેનન્ટ સ્ટાફની ભરતી કરવી. આ આદેશનો હજુ સુધી અમલ પણ કરાયો નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રેગ્યુલેશનનો નિયમ છે કે 10 ટકા સ્ટાફ જ કોન્ટ્રાક્ટ પર હોવો જોઈએ.

યુનિવર્સિટી તરફથી ખુલાસોઃ નેશનલ લો યુનિવર્સિટી તરફથી વરિષ્ઠ વકીલ ધૃવ મહેતાની દલીલ છે કે આ કોઈ એઈડેડ ઈન્સ્ટિટયૂટ નથી. બેન્ચે દલીલ કરી કે કરાર આધારિત શિક્ષકો આવતા જતા રહે છે તેના વિદ્યાર્થીઓને નિયમિત અને સઘન શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે.

હાઈકોર્ટનું અવલોકનઃ ધી એપેક્ષ કોર્ટે નિરાશ થઈને જણાવ્યું કે સ્થિતિ સુધારવાનું કહેવામાં આવે તે પહેલા એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટની સ્થિતિ સુધરવી જોઈએ. યુનિવર્સિટીના વકીલ તરફથી પોતાના અસીલને થોડો સમય આપવા માટે કહેવાયું. તેથી સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી 31 ઓક્ટોબર, 2023 પર ટાળી દીધી છે. અગાઉ હાઈકોર્ટનું અવલોકન હતું કે આ કેસમાં બંધારણની કલમ 14,16 અને 21નું સ્પષ્ટ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

  1. New Delhi: સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં વર્ષ 2002-06 દરમિયાન થયેલા ફેક એન્કાઉન્ટર પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે
  2. Supreme Court judgment: 30 વર્ષ અગાઉ કાળાજાદુની શંકામાં કરાયેલી હત્યાના આરોપીઓની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.