- લખનઉના મલિહાબાદમાં એક ઝાડ પર જ ઉગે છે 40 પ્રકારની કેરી
- લોકો આ ઝાડને જોવા માટે દૂર-દૂરથી આવે છે
- ગ્રાફ્ટીંગ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવે છે 40 પ્રકારની કેરી
લખનઉ: રાજધાની લખનઉના મલિહાબાદમાં કેરીના એક ઝાડ પર 40 પ્રકારની કેરી આવે છે. આ ખાસ ઝાડને જાવો માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરે છે કે આ કેવી રીતે સંભવ છે. જે ઝાડની આટલી ચર્ચા થઈ રહી છે તેને ખાસ રીતથી લગાવવામાં આવ્યું છે. આ ઝાડને તૈયાર કરવામાં 3 વર્ષનો સમય લાગ્યો છે અને હવે આ ઝાડમાં અલગ-અલગ પ્રકારની કેરીઓ આવે છે.
એક ઝાડ પર 40 પ્રકારની કેરી
મલિહાબાદમાં મુંજાસા ગામમા રહેવાવાળા સલીમ નામના માળીએ આ કારનોમુ કરીને બતાવ્યું છે. તેમણે એક ઝાડમાં 40 પ્રકારની કેરી ઉગાવી છે. તેમણે વૈજ્ઞાનિક તકનીકથી ગ્રાફ્ટીંગની મદદથી કેરીનો એક ખાસ છોડનો વિકાસ કર્યો છે. જેમાં 40 પ્રકારની કેરીઓ આવે છે. મો. સલીમની ગણતરી જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોમાં થાય છે. સલીમ અહેમદ જણાવે છે કે, તેમણે એક જ ઝાડમાં 40 પ્રકારની કેરીઓ ઉગાડી છે. જેમાં કેટલીક કેરીઓના નામ અલ્ફોન્સો, સનસૈન, દામો અટકિન, ઉસા સોલિયા, હરદિલ અઝીઝ, સ્નો સાગર, ગુજરાતના કેસર, બગનપલ્લી, અંબિકા, સિંધુ, બજ્જુ, માલદા, આમ્રપાલી, માખણ, ગુલાબ ખાસ, કેરી ખાશ, અરુણીમા, રામ બનાના, લંગડા, ચૌસા, મટિયારા ખાસોમખાસ, અમેરિકન એપલ, જર્દલુ સહિત અન્ય ઘણી જાતોની શોધ કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના રણમાં ખારેકની સફળ ખેતી
કેટલીય વાર થઈ ચુક્યુ છે સન્માન
સલીમ અહેમદ કેટલીય વાર લખનઉમાં ગાંધી પ્રતિષ્ઠાનમાં કેરી મહોત્સવમાં કરવામાં આવેલા પ્રદર્શનમાં તેમનું સન્માન થઈ ચુક્યું છે. 2017માં ખસોમખસ કેરીનો લઈને પ્રથમ પુરસ્કાર મળ્યો હતો જ્યારે 2019માં 3 કેરીઓ જેમાં ખસોમખસ, લંગડો અને સંસેસન માટે પ્રથમ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
શું છે ગ્રાફ્ટીંગ પદ્ધતિ ?
સલિમ અહેમદની જૈદ નામની નર્સરી છે, સલીમ પાસે 4 એકડનો બાગ પણ છે. જેમા તેમણે બાગાયાનના ઘણા પ્રયોગો કર્યા છે. ગ્રાફ્ટીંગ તકનિક પણ તેમના પ્રયોગોનો એક ભાગ છે. તે વિશે તેમણે ETV Bharat જણાવ્યું હતું કે, બાગમાં કેરીના બધા નાના છોડ ક્રોસ મેથડ અથવા ગ્રાફ્ટીંગ પદ્ધતિના જ છે. તેમણે જણાવ્યું હતું કે જર્દાલુ, દશેરી, માલદા, બિજ્જુ, લંગડો અને કાલ્મી સહિતની ક્રોસ મેથડમાં વિવિધ પ્રકારની કેરીના વૃક્ષો વાવવામાં આવે છે, જ્યારે આ છોડ 2 ફુટના થઈ જાય છે ત્યારે છોડની કલમ કાપીને બીજા છોડની કલમ સાથે જોડી દેવામાં આવે છે, ત્યાર બાદ આ કલમના જોડાણને પ્લાસ્ટીકની થેલી વડે બાંધી દેવામાં આવે છે. જે 20 દિવસ બાદ સારી રીતે ચોટીને જોડાઈ જાય છે. સલીમએ જણાવ્યું હતું કે, આવી રીતે 40 પ્રકારના કેરીના છોડ તૈયાર થઈ ગયા.
આ પણ વાંચો : જામનગર પથકના ખેડૂતોએ Monsoon Season દરમિયાન ક્યાં પાકોનું વાવેતરમાં કરવું જોઈએ
અઢી-ત્રણ વર્ષમાં જ ઝાડ ફળ આપે છે
સલીમે જણાવ્યું કે, બાગાયતીના શૌખિનો માટે આ પ્રયોગ નવો નથી. જેવી રીતે ગુલાબ, ગલગાટા જેવા ફુલના ઝાડને કલમ કરવામાં આવે છે, તેવી જ રીતે આમા કરવામાં આવે છે. ખાસ કરીને શહેરના લોકો માટે આ તકનિક કામની છે. અગાસીમાં મોટા કુંડામાં પણ ઝાડ લગાવી શકીએ છે. તેમણે જણાવ્યું કે ઝાડ અઢી-ત્રણ વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરી છે. શહેરમાં જમીન ઓછી હોય છે , આવામાં ઘરની આગળ ક્યારી બનાવી આ ઝાડ લગાવી શકીએ છે. ગ્રાફ્ટીંગ પદ્ધતિથી દ્વારા થોડી જમીનમાં ઝાડ ઉગાવી શકાય છે. આમાં એક જ ઝાડમાં ઘણી પ્રકારની કેરીઓ ઉગાડી શકાય છે.
અન્ય ખેડૂતોને પણ કરે છે મદદ
સલીમ અહમદે જણાવ્યું હતું કે આ રીતે એક મોટા ઝાડ પર 40 વિવિધ પ્રકારના કેરીઓ ઉગાડવામાં આવે છે. તેમનું કહેવું છે કે શરૂઆતમાં તેમણે કૃષિ વિભાગની મદદ લેવી પડી હતી, પરંતુ હવે તે લોકોને ખેતી અને બાગાયતની તકનીકીઓ શીખવે છે. વિસ્તારનો કોઈપણ ખેડૂત તેની પાસેથી કોઈ માહિતી લેવા પહોંચે છે તે તેમને ખેતી અને બાગકામની યુક્તિઓ શીખવે છે. જેથી અન્યને રોજગાર મળી રહે.