મુંબઈઃ મુંબઈની વાડિયા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ ફાટી (fire broke out in operation theater of hospital in Mumbai) નીકળી હતી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ 8 ફાયર ફાઈટર અને 6 જમ્બો ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગ્યા બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ હોસ્પિટલ પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીઓના મોત, ઘણા દાઝ્યા
એકનાથ શિંદેએ હોસ્પિટલ પ્રશાસનનો સંપર્ક કર્યો : હોસ્પિટલમાં પીડિયાટ્રિક ઓપરેશન થિયેટર પાસે યુપીએસ રૂમ છે. આગના કારણે યુપીએસ રૂમમાં ઈલેક્ટ્રીક વાયર, ઈલેકટ્રીકલ વસ્તુઓ, સેન્ટ્રલ એસી, દરવાજા, બારીઓ, લાકડાના પાર્ટીશનો વગેરે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન, આગની તપાસ કરવામાં આવશે. આગ હોસ્પિટલના પહેલા માળે સ્થિત પીડિયાટ્રિક ઓપરેશન થિયેટર પાસેના યુપીએસ રૂમમાં લાગી હતી. ધુમાડો પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગયો હતો. પાલિકાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે માહિતી આપી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: જાલોરના સાંચોરમાં વિસ્ફોટ, એકનું મોત અને એક ઈજાગ્રસ્ત