- બુલંદ શહેર રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આગ
- કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર ફાટવાથી લાગી આગ
- ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી
નવી દિલ્હી/ગાઝિયાબાદઃ બુલંદ શહેર રોડ ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. જોકે, ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફેક્ટરીમાં સિલિન્ડરમાં રાખવામાં આવેલા કેમિકલમાં આગ લાગવાથી સિલિન્ડર ફાટ્યું હતું. ફાયરબ્રિગેડને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડા 5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા.
આ પણ વાંચોઃ ભાવનગરની હોટલ જનરેશન એક્સમાં ત્રીજા માળે આગની ઘટના
હાઈવે પરથી આગના ધુમાડા દેખાતા હતા
જોકે, આ ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ. બુલંદ શહેર રોડ ઔદ્યોગિક વિસ્તાર વિજયનગર પાસે નેશનલ હાઈવે 9થી અડેલો છે. હાઈવેથી ધુમાડો દેખાઈ રહ્યો હતો. ભયંકર આગના કારણે ફેક્ટરી ખાલી કરાવવી પડી હતી.
આ પણ વાંચોઃ ભરૂચના વાગરાના વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ
દિવાલ તોડીને ફાયરબ્રિગેડના જવાનો ફેક્ટરીમાં ઘુસ્યા
ફાયરબ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા ભારે મહેનત કરી હતી. ફેક્ટરીની દિવાલ તોડીને ફાયરબ્રિગેડના જવાનો અંદર ગયા હતા, પરંતુ ધુમાડાના કારણે બહારના હિસ્સામાં લાગેલી આગમાં કાબૂ મેળવવો અઘરો બની ગયો હતો.