- ડાસનામાં મંદિરના મહંત યેતિ નરસિમ્હાનંદ સરસ્વતીની મુશ્કેલીઓ ફરી વધી
- આ અગાઉ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરાઈ હતી
- સામાજિક કાર્યકર્તા દ્વારા FIR દાખલ કરી તેની ધરપકડની માંગ કરી હતી
નવી દિલ્હી: ગાઝિયાબાદના ડાસનામાં મંદિરના મહંત યેતિ નરસિમ્હાનંદ સરસ્વતીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ હવે ચાંદની મહેલ પોલીસ મથકે મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેમની સામે FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જામિયા હિંસાની ઘટના એક કાવતરું: દિલ્હી પોલીસ
FIR દાખલ કરી તેની ધરપકડની માંગ કરી
જૂની દિલ્હીના સામાજિક કાર્યકર્તા કુંવર શહજાદ અહમદે પોતાની ટીમની સાથે મહંત યેતિ નરસિમ્હાનંદ સરસ્વતી વિરુદ્ધ ચાંદની મહેલના SHOને ફરિયાદ સોપવામાં આવી હતી અને FIR દાખલ કરી તેની ધરપકડની માંગ કરી હતી.
આ પણ વાંચો: ગાઝિયાબાદઃ SSP કચેરી બહાર મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
પ્રેસ કલબ ઑફ દિલ્હીમાં ટિપ્પણી કરી હતી
કુંવર શહજાદ અહમદે ફરિયાદ આપ્યા બાદ કહ્યું હતું કે, પ્રેસ કલબ ઑફ દિલ્હીમાં યતી નરસિમ્હાનંદ સરસ્વતીએ કરેલી ટિપ્પણી નિંદાજનક છે. જેના પછી અમે આજે ચાંદની મહેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.