- તેલંગાણા રાજ્યની કેબિનેટ બેઠક 8 જૂને યોજાશે
- રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે બેઠકમાં થશે ચર્ચા
- રાજ્યની આર્થિક સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના
તેલંગાણાઃ રાજ્યમાં કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકારે લૉકડાઉન લગાવ્યું હતું. ત્યારે 8 જૂને હવે રાજ્યની કેબિનેટની બેઠક યોજાશે, જેમાં કોરોના વાઈરસ, મેડિકલ અને આરોગ્ય, કૃષિ અભિયાનો અને લૉકડાઉનના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં 9 જૂન સુધી લૉકડાઉન છે.
આ પણ વાંચો- મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત
રાજ્યમાં 9 જૂન સુધી લૉકડાઉન
તેલંગાણામાં કોરોના વાઈરસ સંક્રમણના પ્રસારને કાબૂમાં લાવવા માટે લૉકડાઉનને લંબાવવા સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 8 જૂને કેબિનેટ બેઠક યોજાશે. એક સત્તાવાર નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના કેબિનેટની બેઠક 8 જૂને બપોરે 2 વાગ્યે યોજાશે.
આ પણ વાંચો- જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ
કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના
આ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં કોરોના વાઈરસ, મેડિકલ અને આરોગ્ય, કૃષિ અભિયાનો અને લૉકડાઉનના કારણે આર્થિક સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.