ETV Bharat / bharat

Mumbai-Goa Highway Accident: ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં 9નાં મોત, કાર પડીકું વળી ગઈ

મુંબઈ-ગોવા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા છે.. કાર અને ટ્રકની ટક્કરને કારણે તેમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના રાયગઢના માનગાંવના રેપોલીમાં બની હતી.

Mumbai Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માતમાં 9નાં મોત, ટ્રક સાથે અથડાતાં કારને નુકસાન

author img

By

Published : Jan 19, 2023, 10:45 AM IST

મુંબઈ: છેલ્લા ધણા દિવસોથી અકસ્માતના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વાર મુંબઈ-ગોવા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કાર અને ટ્રકની ટક્કરને કારણે તેમાં સવાર 9 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટના રાયગઢના માનગાંવના રેપોલી ખાતે બની હતી.

  • Maharashtra | Visuals from Goa-Mumbai highway in Repoli area in Raigad where a car accident left nine people, including a child, dead and another child injured. pic.twitter.com/oaH1qKyW83

    — ANI (@ANI) January 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

130 કિમીના અંતરે અકસ્માત: મુંબઈથી 130 કિલોમીટર દૂર રાયગઢના રેપોલી ગામમાં સવારે આ અકસ્માત થયો હતો. પોલીસ અધિક્ષક સોમનાથ ખરગેએ જણાવ્યું કે પીડિતોના તમામ સંબંધીઓ વાનમાં રત્નાગિરી જિલ્લાના ગુહાગર જઈ રહ્યા હતા. ટ્રક મુંબઈ તરફ જઈ રહી હતી. મૃતકોમાં એક બાળકી, ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

આ પણ વાંચો Makar Sankranti 2023: ઉત્તરાયણે બગાડી મજા, 108ને 2 દિવસમાં 190થી વધુ કોલ

9 લોકોના મોત: આ ગંભીર અકસ્માતમાં 9 વ્યક્તિઓના મોત થયા છે અને આ ઘટનામાં માત્ર 4 વર્ષની બાળકી બચી ગઇ છે. તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. મૃતકોમાં તમામ સંબંધીઓ હતા. જેઓ અન્ય સંબંધીના મૃત્યુ પર શોક સભામાં હાજરી આપીને મુંબઈથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત આજે સવારે 5 વાગ્યે થયો હતો. આ ઘટનામાં માત્ર 4 વર્ષની બાળકી બચી છે. તેની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતકો મુંબઈ-ગોવા હાઈવે થઈને રત્નાગીરી જઈ રહ્યા હતા.

આ પણ વાંચો BIHAR: ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો, કેન્દ્રીય પ્રધાન માંડ માંડ બચ્યા

સંપૂર્ણ નુકસાન કાર: માર્ગ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં રહેલા તમામ સંબધી હોવાનું સામે આવ્યું છે.જેમાં એક બાળકી બચી છે. ટ્રક અને કાર સામસામે અથડાતા જ કાર સંપૂર્ણ ફંગોળાઈ ગઈ હતી અને નુકસાન થયું હતું. કારમાં બેઠેલા લોકોનાં મોત થયા હતા. આ ઘટના ગુરુવારે સવારે 4.45 વાગ્યે રાયગઢ જિલ્લામાં મુંબઈ-ગોવા હાઈવે પર બની હતી. જોકે, આ ઘટના સામે આવતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. મૃતકોને હોસ્પિટલ ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.