- વ્યાસીમાં સ્થિત તાજ હોટલમાં અત્યાર સુધીમાં 82 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સ્થાનિક તંત્ર દ્વારા હોટલ બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
- ઉત્તરાખંડ રાજ્યમાં રવિવારના રોજ રાજ્યમાં 366 નવા પોઝિટિવ કેસ નોંધાયા
ઉત્તરાખંડ : દેવપ્રયાગ અને ઋષિકેશ વચ્ચે આવેલા વ્યાસીમાં સ્થિત તાજ હોટલમાં અત્યાર સુધીમાં 82 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા હોટલ બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજ હોટલના તમામ લોકો કોરોના સંક્રમિત છે. ઉત્તરાખંડ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો - ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાનના પત્ની અને પૂર્વ પ્રધાન અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
તાજ હોટલમાં કુલ 82 લોકો કોરોનાથી સંક્રમિત થયા
ઉલ્લેખનીય છે કે, ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે પર સ્થિત તાજ હોટલમાં થોડા દિવસ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલના અન્ય કર્મચારીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજીવાર લીધેલા સેમ્પલમાંથી 27 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે સોમવારના રોજ વધુ 32 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજ હોટલમાં કુલ 82 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ તમામ લોકો હોટલના કર્મચારી છે. આ તમામને ગઢવાલ મંડલ વિકાસ નિગમના ગેસ્ટ હાઉસ ઋષિકેશમાં આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - ઉત્તરાખંડ: કોરોના સંકટને કારણે 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે ગંગોત્રી ધામ
હોટલ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય
નાયબ કલેક્ટર યુક્ત મિશ્રાએ જણાવ્યું હતું કે, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાજ હોટલને સેનિટાઇઝ્ડ કરવામાં આવશે. જે માટે હોટલ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ તાજ હોટલમાં બૂકિંગ બંધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુ કોરોના પોઝિટિવ
ઉત્તરાખંડમાં હાલ 1,660 એક્ટિવ કેસ
ઉલ્લખેનીય છે કે, અન્ય રાજ્યોની માફક ઉત્તરાખંડમાં પણ કોરોના બીજી લહેર ફરી વળી છે. ત્યારે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિતોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારના રોજ રાજ્યમાં 366 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે હાલ 1,660 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણમાં વધારો થવાનું મુખ્ય કારણ લોકોનું બેજવાબદાર વલણ છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાય તે માટે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સતત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.