વારંગલ, તેલંગાણા : વારંગલ MGM હોસ્પિટલમાં હાથની સર્જરી પહેલા એનેસ્થેસિયા આપતી (બેહોશ કરવા) વખતે 8 વર્ષના છોકરાનું મોત થયું હતું. આ ઘટના 6 સપ્ટેમ્બર મંગળવારના રોજ બની હતી. વારંગલ જિલ્લાના લિંગ્યા ટાંડા, ચેન્ના રાવ પેટ મંડળના ભુક્ય શિવ અને લલિતાના 8 વર્ષના સૌથી નાના પુત્ર નીહાને 4 સપ્ટેમ્બરના રોજ એક અકસ્માતમાં તેમનો જમણો હાથ ગુમાવ્યો (8 year old child dead) હતો. તે જ દિવસે તેને MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. cardiac arrest Case
તમામ પ્રયાસો નિષ્ફળ ગયા : આ ઘટના બાદ, 6 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટરો બાળકને સર્જરી માટે સવારે 10.30 વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે, છોકરાને અચાનક કાર્ડિયાક એરેસ્ટ (હાર્ટ એટેક) આવ્યો હતો અને તેના સેડેશન દરમિયાન તેને તરત જ RICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાદ, ડોકટરોએ કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવા અને છોકરાને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ ગયા હતા. 8 Yrs old died hospital
પરિવાર દ્વારા હોસ્પિટલનો વિરોધ : હોસ્પિટલ દ્વારા રાત્રે 1.10 વાગ્યે છોકરાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આથી, છોકરાના માતા પિતા અને પરિવારજનોએ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, તેમને ત્રણ કલાક સુધી તેમના પુત્રના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત પરિવારે, ડોક્ટરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને અટકાવ્યા હતા. હોસ્પિટલના અધિક્ષક ડૉ. ચંદ્રશેખરે જણાવ્યું કે, છોકરાના મૃત્યુના કારણની તપાસ માટે વરિષ્ઠ ડૉક્ટરોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મેડિકલ એજ્યુકેશનના નિયામક (DME) ડૉ. રમેશ રેડ્ડીએ MGM અધિકારીઓ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. boy died due to cardiac arrest