ETV Bharat / bharat

કન્નૌજમાં બસ અને ટ્રકનો અકસ્માત થતા 8 પ્રવાસી ઈજાગ્રસ્ત - ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

હરિયાણાના અંબાલાથી બિહાર જઈ રહેલા પ્રવાસીઓથી ભરેલી એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉત્તરપ્રદેશના કન્નૌજમાં આ અકસ્માત સર્જાયો હતો. તે સમયે બસમાં 50થી વધારે પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 8 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

કન્નૌજમાં બસ અને ટ્રકનો અકસ્માત થતા 8 પ્રવાસી ઈજાગ્રસ્ત

author img

By

Published : Apr 22, 2021, 11:28 AM IST

  • કાનપુરથી દિલ્હી જઈ રહેલી ટ્રકે બસને ટક્કર મારી
  • ટ્રકની ટક્કરના કારણે બસમાં સવાર 8 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા
  • છિબરામઉ કોતવાલી વિસ્તારમાં આવેલા પ્રેમપુર પાસે થયો હતો અકસ્માત

કન્નૌજ (ઉત્તરપ્રદેશ): છિબરામઉ કોતવાલી વિસ્તારના એનએચ-91 પર આવેલા પ્રેમપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્નૌજમાં સર્જાયેલા આ અકસ્માતમાં 8 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. જોકે, બસમાં કુલ 50થી વધારે પ્રવાસીઓ સવાર હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું

આ અંગે મળતી માહિતી અનુસાર, આ ખાનગી ટ્રાવેલની બસ 50થી વધારે પ્રવાસીઓને લઈ અંબાલાથી બિહાર જઈ રહી હતી. ગુરુવારે સવારે જ્યારે બસ છિબરામઉ કોતવાલી વિસ્તારના એનએચ-91 પર આવેલા પ્રેમપુરમાં પહોંચી. તે સમયે કાનપુરથી દિલ્હી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર લાગવાથી ડ્રાઈવર સહિત 8 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ અકસ્માત પછી સ્થાનિક લોકોએ આવીને લોકોને બસની બહાર નીકાળ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

અકસ્માતના કારણે જી. ટી. રોડ પર ટ્રાફિક જામ સર્જાયો

આ ઘટના પછી જી. ટી. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી ટ્રક અને બસને રસ્તા પરથી હટાવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક હળવો થયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ટ્રકચાલકને ઝોંકુ આવતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.