ચિત્તૂર (આંધ્રપ્રદેશ): આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના (Chittoor dist of AP) ભાકરપેટા કનુમા ખાતે (bus plunges into valley in Chittoor) મદનપલ્લે-તિરુપતિ હાઈવે નજીક ખીણમાં એક ખાનગી બસ ખાબકતા 8 લોકોના મોત થયા હતા અને અન્ય 45 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક બાળક અને એક મહિલા સહિત 8 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં અંદાજે 63 મુસાફરોને લઈ જતી બસ ડ્રાઈવરની ઝડપને કારણે ખીણમાં પડી ગઈ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: Mann Ki Baat : વડાપ્રધાન મોદી આજે કરશે 'મન કી બાત'
6 મૃતદેહો બહાર કાઢ્યા: રેસ્ક્યુ ટીમે સ્થળ પરથી 6 મૃતદેહો બહાર કાઢ્યા હતા. નરવરીપલ્લી પીએચસીમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. ઘાયલોમાં વરરાજા પણ હાજર હતો. મૃતકોની ઓળખ મલિશેટ્ટી વેંગપ્પા (60), માલિશેટ્ટી મુરલી (45), કંથમ્મા (40), માલિશેટ્ટી ગણેશ (40), જે. યશસ્વિની (8), ડ્રાઈવર નબી રસૂલ અને ક્લીનર તરીકે થઈ છે. ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ઘાયલોને તિરુપતિ રુઈયા અને સ્વિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગરીબોને 6 મહિના વધુ મફત રાશનની રાહત, સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર સુધી લંબાવી
ધારાસભ્ય શેવિરેડ્ડી ભાસ્કર ઘાયલોને મળ્યા: અંધારું હોવાથી અને ઘાટનો રસ્તો હોવાથી કોઈએ આ ઘટનાની નોંધ લીધી ન હતી, પરંતુ ઘાયલોની ચીસો સાંભળીને કેટલાક વાહનચાલકોએ રાત્રે 10:30 વાગ્યે તેમની બાઇકો રોકી હતી અને જાણ્યું હતું કે, બસ ખીણમાં ખાબકી છે. આ બાબતની જાણ તરત જ પોલીસને જાણ કરી, તેમને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ કલેક્ટર એમ હરિનારાયણન અને તિરુપતિ અર્બન એસપી વેંકટા અપ્પલાનાયડુ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લીધો.