- અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા 78 લોકો ITBP આઇસોલેશનમાં હતા
- કોવિડ-19ને ધ્યાને રાખતાં 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં હતા
- 54 અફઘાનિસ્તાનના અને 25 ભારતીય નાગરિકો
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલથી નીકાળવામાં આવેલા 78 લોકોને મંગળવારના ITBPના કોવિડ-19 આઇસોલેશન સેન્ટરથી રજા આપવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ નિયમો હેઠળ તેમને 14 દિવસ સુધી ત્યાં ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા.
મેડિકલ સર્ટિફિકેટ અને ગુલાબ આપવામાં આવ્યું
ITBPના પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ જણાવ્યું કે, આ 78 લોકોમાં અફઘાનિસ્તાનના 54 લોકો (34 પુરુષ, 9 મહિલાઓ અને 10 બાળકો) અને 25 (18 પુરુષ, 5 મહિલાઓ અને 2 બાળકો) ભારતીય નાગરિક છે. તેમને ત્યાંથી રજા આપતા સમયે એક મેડિકલ સર્ટિફિકેટ અને એક લાલ ગુલાબ આપવામાં આવ્યું. આ લોકોને 24 ઑગષ્ટના દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના છાવલા વિસ્તારમાં આવેલા કોવિડ-19 આઇસોલેશન સેન્ટર કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. તેમને ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એક પ્લેન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા.
ITBP આઇસોલેશન સેન્ટરમાં હજુ પણ 8 દેશના નાગરિકો છે
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અફઘાન નાગરિકોને દક્ષિણ દિલ્હીમાં એક નિશ્ચિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે, જ્યારે ભારતીયો પોતાના ઘરે જશે તેવી આશા છે. આઇસોલેશન સેન્ટરમાં હજુ પણ અફઘાનિસ્તાનથી નીકાળવામાં આવેલા 35 લોકો છે, જેમાંથી 24 ભારતીય અને બાકીના નેપાળના નાગરિક છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીને જોતા ગત વર્ષે ITBP આઇસોલેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી અને હજુ સુધી અહીં ઓછામાં ઓછા 8 દેશના નાગરિકો સહિત 1200થી વધારે લોકોને રાખવામાં આવ્યા છે. ગત વર્ષે વુહાનથી આવેલા ભારતીયો અને કેટલાક વિદેશીઓનું પહેલું જૂથ પણ અહીં આઇસોલેશનમાં રહ્યું હતું.
ચીન સાથેની સરહદની રક્ષા કરે છે ITBP
ITBP ગૃહમંત્રાલયને આધીન આવનારું એક સીમા સુરક્ષા દળ છે અને આને મુખ્ય રીતે દેશના આંતરિક સુરક્ષા ક્ષેત્રમાં અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ પૂરી પાડવા ઉપરાંત ચીનની સાથે 3,488 લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું
વધુ વાંચો: લગભગ 1000 યુએસ નાગરિકોને તાલિબાને અફઘાનિસ્તાનમાં રોક્યા