હૈદરાબાદ : રામોજી ફિલ્મ સિટી (RFC) ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામોજી ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) વિજયેશ્વરી ચેરુકુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ત્યાર બાદ તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું આવ્યું હતું. યુકેએમએલના ડિરેક્ટર શિવરામકૃષ્ણ અને રામોજી ગ્રુપ ઓફ કંપનીઝના એચઆર પ્રમુખ અટલુરી ગોપાલરાવ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રામોજી ગ્રુપના વિવિધ વિભાગોના વડાઓ, તાબાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રામોજી ફિલ્મ સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ : દેશભક્તિની ભાવના વચ્ચે સમગ્ર ફિલ્મ સિટીમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. એમડી વિજયેશ્વરી ચેરુકુરીએ રામોજી ફિલ્મ સિટીના સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. સોમવારે જ આ ભવ્ય કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ફિલ્મ સિટીને શણગારવામાં આવી હતી.
એમડી વિજયેશ્વરી ચેરુકુરીએ તિરંગાને સલામી આપી : રામોજી ફિલ્મ સિટીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. રામોજી ફિલ્મ સિટી તેના અનન્ય અનુભવ માટે ઘણા બધા મુલાકાતીઓને આકર્ષે છે. આનંદ અને ઉલ્લાસના દ્રશ્યો વચ્ચે, ફિલ્મ સિટી પણ પોતાનામાં દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની ભાવના ધરાવે છે, જે સમગ્ર વર્ષ દરમિયાન સ્પષ્ટ થાય છે કારણ કે RFCની મોટાભાગની મહત્વપૂર્ણ ઇમારતો પર ત્રિરંગો લહેરાતો રહે છે.