ETV Bharat / bharat

75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ

સમગ્ર દેશ માટે આવતીકાલનો (15 ઓગસ્ટ) દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. 15મી ઓગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા દિવસ (independence day) ઉજવવામાં આવશે. ત્યારે 75મા સ્વતંત્રતા દિવસની (75th independence day) પ્રસંગ પર દેશના અનેક રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન્સ પર રેલવે સુરક્ષા બળ (Railway Security Force)ને પણ હાઈ એલર્ટ (High Alert) પર રાખવામાં આવ્યા છે.

75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ
75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ
author img

By

Published : Aug 14, 2021, 10:24 AM IST

  • સમગ્ર દેશ માટે આવતીકાલનો (15 ઓગસ્ટ) દિવસ ખૂબ જ મહત્ત્વનો
  • દેશભરમાં 75મા સ્વતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
  • સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન્સ (Railway Stations) પર રેલવે સુરક્ષા બળ (Railway Security Force)ને હાઈ એલર્ટ (High Alert) પર રખાયા

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આવતીકાલે (15મી ઓગસ્ટે) દેશનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે દેશમાં 15મી ઓગસ્ટ પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં બેરિકેડિંગ લગાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી છે. DCP ટ્રાફિકે આ અંગે કહ્યું હતું કે, દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસને જોતા વાહનોની ચેકિંગ કરી રહી છે. આ સાથે જ સ્વતંત્રતા દિવસ પરેડના કારણે વાહનોને દિલ્હી પ્રવેશ પર એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, મર્યાદિત ટ્રાફિક પોલીસની ડ્યૂટી પણ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો- દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી

અનેક સંવેદનશીલ રેલવે સ્ટેશન્સ એલર્ટ પર

રેલવેએ અનેક રાજ્યોમાં સંવેદનશીલ રેલવે સ્ટેશન્સ પર સુરક્ષા (Security at sensitive railway stations) વ્યવસ્થાને વધારી છે. પશ્ચિમ બંગાળને સિલિગુડીના તમામ રેલવે સ્ટેશન્સ પર રેલવે સુરક્ષા બળ (RPF) એલર્ટ પર છે.

આ પણ વાંચો- દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, 15 ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના સામાનની કરાય છે ચકાસણી

તો સિલીગુડીના રેલવે સ્ટેશન (Siliguri railway station)ની સુરક્ષામાં તહેનાત જવાન આવતા-જતા તમામ પ્રવાસીઓના સામાનની તપાસ કરી રહ્યા છે.તો સ્નિફર ડોગની મદદથી રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા ચેક કરવામાં આવી રહી છે. આને લઈને RPF અધિકારી સંજીવ સાહાએ કહ્યું હતું કે, અમે કોઈ પણ જોખમનો સામનો કરવા માટે તૈયાર છીએ. હું પ્રવાસીઓથી ગભરાવવાની જરૂર નથી, ઉલટાનું સતર્ક રહેવાની અપીલ કરૂં છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.