ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં ઋષિ ગંગા દુર્ઘટના બાદ તપોવન ટનલ અને આડશ સ્થળ પરથી કાટમાળ કાઢવાની કામગીરી ચાલી રહી છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF, SDRF અને ITBPના જવાનો વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રૈણીમાં પણ, દેવર્ષિ ગંગાની બંને બાજુ કાટમાળમાંથી ગુમ થયેલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે સેંકડો લોકો હજી ગુમ છે.
17માં દિવસ સુધીમાં રેસ્કયૂ દરમિયાન 68 મૃતદેહો મળ્યા
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 16માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે.
આજે મંગળવારે જોશીમઠ કુદરતી આફતને 17 દિવસ થયા
જોશીમઠ કુદરતી આફતને આજે મંગળવારે 17 દિવસ થઈ ગયા છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ યથાવત છે. રાહત બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. ત્યારે વાયુસેના અને નેવી દ્વારા ગ્લેશિયર તળાવની ઊંડાઈ માપવામાં આવી હતી.
સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા મોટી ઘટના બની હતી. જેમાં અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, 170થી વધુ લોકો લાપતા થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન આખી રાત ચાલુ હતું. ઘટનામાં મૃતકના પરિવારને 6-6 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર 4 અને કેન્દ્ર સરકાર 2 લાખ રૂપિયાની સહાય રકમ આપશે. આર્મી, એરફોર્સ, NDRF, ITBP અને SDRFની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરી રહી છે.