- 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહનું દિલ્હીમાં આયોજન
- કંગના રનૌત, મનોજ વાજપેયી અને ધનુષ છવાયા
- ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હાથે વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા
હૈદરાબાદ: 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહનું આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હાથે વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માતિ કરવામાં આવ્યા. વર્ષ 2019માં બનેલી ફિલ્મો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યા. રજનીકાંતને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કંગનાને 'મણિકર્ણિકા' અને ફિલ્મ 'પંગા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
આ ઉપરાંત કંગના રનૌત, મનોજ વાજપેયી સહિત અનેક કલાકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઘણો જ ખાસ છે. અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. કંગના રનૌતને ચોથીવાર નેશનલ એવોર્ડ મળ્યો છે. કંગનાને 'મણિકર્ણિકા' અને ફિલ્મ 'પંગા' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે કંગના અત્યંત સુંદર લૂકમાં જોવા મળી. કંગના ઉપરાંત સિંગર બી.પ્રાકને અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'ના ગીત 'તેરી મિટ્ટી' માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ
અભિનેતા મનોજ વાજપેયીને તેમની ફિલ્મ 'ભોંસલે'માં શાનદાર અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમની સાથે સંયુક્ત રીતે અભિનેતા ધનુષને પણ તેમની ફિલ્મ 'અસુરન'માં શાનદાર અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રજનીકાંતને જ્યાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે, તો તેમના જમાઈ ધનુષને 'અસુરન' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ધનુષની ફિલ્મ 'અસુરને' આ સાથે જ બેસ્ટ તમિલ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ મેળવ્યો છે.
'મહર્ષિ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ
સિક્કિમને ફિલ્મો માટે સૌથી વધુ અનુકૂળ રાજય (Most Fil Friendly State)નો એવોર્ડ આપવામાં આવ્યો છે. બિન-ફીચર ફિલ્મની શ્રેણીમાં 'એન એન્જિનિયર ડ્રીમ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર મળ્યો છે, જ્યારે 'મરક્કરઅરાબિક્કદાલિન્તે-સિમ્હમ'ને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'મહર્ષિ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે આનંદી ગોપાલને સામાજિક મુદ્દાઓ પર સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનાવવા માટે એવોર્ડ મળ્યો છે.
રજનીકાંત 2016માં પદ્મ વિભૂષણથી સન્માનિત
દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઉપરાંત રજનીકાંતે 4 વાર તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે. તેમને 2000માં પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2016માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રજનીકાંતને ગોવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 45માં એડિશનમાં ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ માટે શતાબ્દી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
2016માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત 'દાદા સાહેબ ફાળકે'
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર હિંદી સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, જેની શરૂઆત 1969માં થઈ હતી. સિનેમાના પિતામહ કહેવામાં આવનારા દાદા સાહેબ ફાળકેના નામ પર આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અંતર્ગત 10 લાખ રૂપિયા રોકડા અને સ્વર્ણ કમલ પદક તેમજ એક સાલ આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકેએ પહેલી ફિલ્મ રાજા હરિશ્ચન્દ્રનું નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો: અક્ષય કુમારે OMG 2ની નવી પોસ્ટ શેર કરી
આ પણ વાંચો: Drugs case: NCB એ અનન્યા પાંડેને સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી