- આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે ભયાનક અકસ્માત
- ઘટનાસ્થળ પર જ 6 લોકોના થયાં કમકમાટીભર્યા મોત
- વધારે ધુમ્મસને કારણે કાર એક્સપ્રેસ વે પર પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઇ
કન્નૌજ: આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હતાં. પ્રાપ્ત થતી વિગતો મુજબ, વધારે ધુમ્મસને કારણે કાર એક્સપ્રેસ વે પર ઉભેલા કન્ટેનર સાથે ટકરાઈ હતી. જેમાં કારમાં સવાર 6 લોકોનાં મોત થયાં હતાં. પોલીસે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. જાણકારી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બધા લોકો કારમાં બાલાજી મંદિરના દર્શને જઇ રહ્યા હતા.