- ડોંગરગામ બ્લોકના ગ્રામ અર્જુનીથી રાતાપાળી તરફ જતી કાર ઝાડ સાથે અથડાઇ
- ત્રણ મહિલાઓ હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મૃત્યુ પામી હતી
- આ દુર્ઘટનામાં 4 મહિલા મજૂરોનું મોત નીપજ્યું હતું
રાજનાંદગામ: ડોંગરગામ બ્લોકના ગ્રામ અર્જુનીથી રાતાપાળી તરફ જતી કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ દુર્ઘટનામાં 4 મહિલા મજૂરોનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, ડ્રાઈવર સહિત 11 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગાડીમાં 16 મજૂર હતા. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્રણ મહિલાઓ હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મૃત્યુ પામી હતી.
હાલમાં તમામની સારવાર ચાલી રહી છે
ઇજાગ્રસ્ત મજૂરોને ડોંગરગામના કમ્યુનિટી હેલ્થ સેન્ટર લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રાજનાંદગામ રિફર કરાયા હતા. હાલમાં તમામની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત
ઝાડ સાથે અછડાઇ હતી ગાડી
આખી ઘટના 10 જૂન ગુરૂવારની છે. જ્યાં એક ખાનગી કંપનીમાં છાશવારે સીવણકામ કરતી મહિલા મજૂરોને વાહન દ્વારા પાછી મૂકવામાં આવે છે. આ દરમિયાન ગાડી કાબૂમાં ના રહેતા ઝાડ સાથે અથડાઇ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનની ગતિ ખૂબ જ ઝડપી હતી, જેના કારણે ડ્રાઇવર પોતાનો કાબૂ ગુમાવી બેસતા ગાડી એક ઝાડ સાથે અથડાતા બીજા ઝાડમાં ઘૂસી ગઇ હતી. તેમાં બેઠેલી મહિલા મજૂર લગભગ 50 મીટર દૂર જઇને પડી હતી.
બે મહિલા મજૂરને ગંભીર હાલતમાં રાયપુર રિફર કરાઇ
આ ઘટનાની પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને જેમ-તેમ પોલીસ વાહનો સહિતના અન્ય વાહનોમાં ડુંગરગામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લાવવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ ગંભીર દર્દીઓને રાજનાંદગામ રિફર કરાયા હતા, જેમાંથી બે મહિલા મજૂરને ગંભીર હાલતમાં રાયપુર રિફર કરાઇ છે.
ડ્રાઇવરને પહેલા જ ઝડપી વાહન ચલાવવા બાબતે ચેતવણી અપાઇ હતી
આ દુખદાયક માર્ગ અકસ્માતમાં મહિલા મજૂરોના મોત બાદ ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ છે. તેમણે ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેને વાહન ઝડપી ચલાવવા બાબતે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે સાંભળ્યું નહીં અને મહિલા મજૂરોએ તેનો ભોગ બનવું પડ્યું.
મૃતકોના નામ
- સરોજ બાઇ(50 વર્ષ)
- શિવકુમારી સાહૂ(40 વર્ષ)
- જંત્રીબાઇ(53 વર્ષ)
- સુમિત્રા ઠાકુર(53 વર્ષ)
આ પણ વાંચોઃ પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા
ડોંગારગામ પોલીસે આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો
લોકડાઉન દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસે સામાન્ય લોકો માટે ઘણી કડક કાર્યવાહી કરી છે. જેઓ દરરોજ માર્ગદર્શિકાના નિયમોનું પાલન કરતા નથી, તેમની પાસેથી ચલણો એકત્રિત કરવામાં આવે છે. પરંતુ મોટી અને જાણીતી કંપનીના કામદારોને માલવાહક સહિતના અન્ય વાહનોમાં પ્રાણીઓની જેમ આવનજાવન કરાવવામાં આવે છે. જેના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ આ ઘટનામાં ડોંગારગામ પોલીસે આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે.