ETV Bharat / bharat

ગુજરાતમાં 30.8 ટકા મહિલાઓ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કરતી નથી - ઈન્ટરનેટના ઉપયોગનો સર્વે

12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 ટકાથી વધુ મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. જેની સાથે પુરુષોએ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી અનુસાર દેશના 7 રાજ્યોમાં આશરે 50 ટકા પુરુષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.

ETV BHARAT
ગુજરાતમાં 30.8 ટકા મહિલાઓ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કરતી નથી
author img

By

Published : Dec 17, 2020, 7:03 PM IST

  • ગુજરાતમાં 30.8 ટકા મહિલા ઈન્ટરનેટથી વંચિત
  • દેશમાં 60 ટકા કરતાં વધુ મહિલા ઈન્ટરનેટથી વંચિત
  • મહિલાઓની સરખામણીએ પુરુષોએ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી: દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 ટકાથી વધુ મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 40 ટકાથી ઓછી મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.

  • આંધ્ર પ્રદેશ 21 ટકા
  • આસામ 28.2 ટકા
  • બિહાર 20.6 ટકા
  • ગુજરાત 30.8 ટકા
  • કર્ણાટક 35 ટકા
  • મહારાષ્ટ્ર 38 ટકા
  • મેઘાલય 34.7 ટકા
  • તેલંગાણા 26.5 ટકા
  • ત્રિપુરા 22.9 ટકા
  • પશ્ચિમ બંગાળ 25.5 ટકા
  • દાદર નગર હવેલી, દમણ અને દીવમાં 36.7 ટકા
  • આંદામાન - નિકોબાર ટાપુઓમાં 34,8 ટકા સામેલ છે

મહિલાઓની સરખામણીએ પુરુષોએ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી મુજબ દેશના 7 રાજ્યોમાં અંદાજે 50 ટકા પુરુષોએ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.

  • આસામમાં 42.3 ટકા
  • બિહાર 43.6 ટકા
  • મેઘાલય 42.1 ટકા
  • ત્રિપુરા 45.7 ટકા
  • પશ્ચિમ બંગાળ 46.7 ટકા
  • આંદામાન-નિકોબાર ટાપુઓ 46.5 ટકા સામેલ છે.

મહિલામાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતાં રાજ્યો

સર્વે અનુસાર આંધ્ર પ્રદેશ 68 68 ટકા, બિહાર 57.8 ટકા અને તેલંગાણામાં 66.6 ટકા મહિલાઓ સૌથી ઓછા સાક્ષરતા દર વાળા રાજ્યમાં સામેલ છે, જ્યારે કેરળમાં 98.3 ટકા, લક્ષદ્વીપ 96.5 ટકા અને મિઝોરમમાં 94.4 ટકા મહિલામાં સૌથી વધુ સાક્ષરતા દર જોવા મળ્યો છે.

સાક્ષર વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવી

આંધ્ર પ્રદેશ 79.5 ટકા અને બિહાર 78.5 ટકામાં પુરુષોની સાક્ષરતા સૌથી ઓછી છે, જ્યારે કેરલ 98.2 ટકા અને લક્ષદ્વીપ 99.1 ટકા પુરુષોમાં સાક્ષરતા દર સૌથી વધુ છે. સર્વે અનુસાર જે વ્યક્તિએ ધોરણ 9 સુઘી અભ્યાસ કર્યો અને જે પૂર્ણ વાક્યનો એક ભાગ વાંચી શકે, તેને સાક્ષર માનવામાં આવે છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 40 ટકાથી ઓછી મહિલાઓએ 10 વર્ષ અથવા તેના કરતાં વધુ સમય સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ રાજ્યમાં આંધ્ર પ્રદેશ 39.6 ટકા, આસામ 29.6 ટકા, બિહાર 28.8 ટકા, ગુજરાત 33.8 ટકા, મેઘાલય 35.1 ટકા, ત્રીપુરા 23.2 ટકા, પશ્ચિમ બંગાળ 32.2 ટકા અને દાદર નગર હવેલી, દમણ અને દીવ 35.8 ટકા સામેલ છે.

ગુજરાતમાં 45.6 ટકા પુરુષોએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો

9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 ટકાથી ઓછા પુરુષોએ 10 વર્ષ અથવા તેના કરતાં વધુ સમય સુધી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ 47.9 ટકા, આસામ 35.5 ટકા, બિહાર 42.8 ટકા, ગુજરાત 45.6 ટકા, મેઘાલય 34.7 ટકા, મિઝોરમ 49.1 ટકા, ત્રિપુરા 29.4 ટકા, પશ્ચિમ બંગાળ 34.7 ટકા અને દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં 49.4 ટકા સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.